Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર સુનીલ વાવેચા પકડાયો

રાજકોટ, તા.૧૯: શહેરમાં ૧પ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી બળાત્કાર ગુજારનાર કોળી શખ્સને યુનિવર્સિટી પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતી ૧પ વર્ષની સગીરાને ગત તા.૧૧/૧૧ના રોજ મુંજકા ગામમાં રહેતો સુનીલ રતાભાઇ વાવેચા નામનો શખ્સ ભગાડી ગયો હતો. આ બનાવ અંગે સગીરાની માતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ કે.જે. વાઘોશીએ મુંજકાના ભાનુનગર-૧માં રહેતો સુનીલ છગનભાઇ વાવેચા (ઉ.વ.૨૦)ની ધરપકડ કરી હતી. તપાસ દરમ્યાન તેણે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવતા પોલીસે બળાત્કારની કલમનો ઉમેરો કરી કોળી શખ્સની પૂછપરછ આદરી છે.

(3:37 pm IST)