Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મગફળી ખરીદીઃ કેન્‍દ્રો સાથે મેપીંગ થયેલ ગુજરાત વખાર નિગમના તમામ ગોડાઉનો ચેક કરવા કલેકટરોને આદેશો

વેરહાઉસ માટેની પસંદગીના ધોરણો જળવાય છે કે કેમ તે દરેક જીલ્લામાં જોઇ લેવા કલેકટરોને સુચનાઃ રીપોર્ટ પણ મંગાવાયો

રાજકોટ, તા., ૧૯: રાજયના પુરવઠા નિગમના એમ.ડી.ચીમનીષ ભારદ્વાજે રાજકોટ સહિત રાજયના તમામ કલેકટરોને આદેશ કરી ખરીફ માર્કેટીંગ સીઝન-ર૦૧૮-૧૯ માટે લઘુતમ ટેકાના ભાવે ખેડુતો પાસેથી મગફળીની ખરીદી કરવા અંગે જે તે ખરીદ કેન્‍દ્ર સાથે મેપીંગ કરેલ ગુજરાત વખાર નિગમના ગોડાઉની ચકાસણી કરવા બાબત હુકમો કર્યા છે.

તેમણે ઉમેર્યુ છે કે ખરીફ માર્કેટીંગ સીઝન ર૦૧૮-૧૯ માટે લઘુતમ ટેકાના ભાવે ખેડુતો પાસેથી મગફળીની ખરીદ કરવા ગુ.રા.ના પુ.નિ.ને સ્‍ટેટ લેવલે એજન્‍સી તરીકે નિમણુંક આપેલ હોય રાજયના જુદા જુદા જીલ્લાઓમાં કુલ ૧રર ખરીદ કેન્‍દ્રો ખાતે તા.૧પ-૧૧-ર૦૧૮ થી શરૂ કરવામાં આવેલ છે.

ખરીફ માર્કેટીંગ સીઝન-ર૦૧૮-૧૯ માટે લઘુતમ ટેકાના ભાવે ખેડુતો પાસેથી મગફળીની ખરીદી થયા બાદ જે તે ખરીદ કેન્‍દ્ર ખાતેથી ખરીદાયેલ માલ મેપીંગ કરેલ ગુજરાત વખાર નિગમના ગોડાઉન પર લઇ જવામાં આવશે અને તે ગોડાઉનમાં માલની જાળવણી સુરક્ષીત રીતે થાય તે અત્‍યંત આવશ્‍યક છે.

ગુજરાત વખાર નિગમ દ્વારા જે તે ખરીદ કેન્‍દ્ર માથે મેપીંગ થયેલ ગોડાઉનની વિગતો અત્રેથી તા.૧પ-૧૧-ર૦૧૮ ના પત્રથી આપની પાસે મંગાવવામાં આવેલ હતી. તેમાં વેરહાઉસ માટેની પસંદગીના ધોરણો યોગ્‍ય રીતે જળવાય છે કે કેમ? તે બાબત સ્‍થાનીક કક્ષાએ ખરાઇ કરાવી તે ગોડાઉન હાલમાં ખાલી છે કે કેમ? તે ગોડાઉન સિવાય અને કોઇ જગ્‍યાએ કોઇ ગોડાઉન ઉપલબ્‍ધ છે કે કેમ તે બાબતે પસંદગીના ધોરણો જળવાય તે રીતે ડીએલએમસીમાં તેનો ઉપયોગ થાય તે અંગે જાણ થાય અને રીપોર્ટ કરવા આદેશો કર્યા છે.

(4:38 pm IST)