Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સહિયરની વર્ચ્યુઅલ નવરાત્રી : યુ-ટયુબ પર જીવંત પ્રસારણ

રાજકોટ : સહિયર કલબ દ્વારા અતિથી પાર્ટી પ્લોટના અંગણે ટેકનીશ્યનો અને કલકારોની જુજ વ્યવસ્થા સાથે સિમિત વર્ચ્યુઅલ નવરાત્રી આયોજન કરાયુ છે. આયોજક સુરેન્દ્રસિંહ વાળાના જણાવ્યા મુજબ પહેલા નોરતાથી આરતી સાથે મંગલાચરણ કરેલ. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્નિી શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે સહિયર રાસોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃપાલસિંહ જાડેજા, ક્રિષ્નપાલસિંહ વાળા, પ્રકાશભાઇ કણસાગરા વગેરે સાથે જોડાયા હતા. આરતીગાન બાદ રાહુલ મહેતા, ચાર્મી રાઠોડ અને તેજસ શીશાંગીયાના કંઠે રાસનો દોર શરૂ કરાવ્યો હતો. બીજા નોરતે વરસાદી વાતાવરણમાં અહીં વિરામ રહ્યો હતો. ત્રીજા નોરતે હીંચ, ટીટોડો, ગઝલે જમાવટ કરી હતી. ઓરીસ્સાના રીધમ એરેન્જર મજદુગર, દીપક વારેલા તેમજ સાઉન્ડ-લાઇટમાં સુનિલ પટેલે અને મંચ વ્યવસ્થા જીલ એન્ટરટેઇનમેન્ટ તથા તેજસ શીશાંગીયા સંભાળી રહ્યા છે. ટેકનીકલ જવાબદારી સંદીપ ટાંક સંભાળે છે. વીડીયો વિઝન દ્વારા દરરોજ લાઇવ પ્રસારણ કરી લોકોને રાસોત્સવનો આનંદ લુંટાવવામાં આવી રહ્યો છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા વિજયસિંહ ઝાલા, જયદીપ રેણુકા, રાજભા ચુડાસમા, દિવ્યરાજસિંહ જાડેજા, કરન આડતીયા, મીથુનભાઇ સોની, સમ્રાટ ઉદેશી, નેહલ માલેક, રાહુલસિંહ ઝાલા, જતીન આડેસરા, અભિષેક અઢીયા, સુશીલ ફીચડીયા, હિરેન ચંદારાણા, મનસુખભાઇ ડોડીયા, બંકીમ મહેતા, શૈલેષ પંડયા, સુનિલ પટેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સહિયર રાસોત્સવનું યુ-ટયુબ ચેનલ પર જીવંત પ્રસારણ થતુ હોય શહેર બહારગામના લોકો પણ વર્ચ્યુઅલ નવરાત્રીનો આનંદ લઇ રહ્યાનું સુરેન્દ્રસિંહ વાળાની યાદીમાં જણાવાયુ છે.

(3:35 pm IST)