Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પાર્ટીના સંગઠનને જ ધ્યાનમાં રાખવાના બદલે ભાજપ દરેક વર્ગના લોકોની હાડમારી ઓછી થાય તેવા પ્રયાસ જરૂરી

પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાની માગણી

રાજકોટ તા. ર૦ :.. જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલની વરણી થયેલ. ત્યારે ભાજપમાં સ્વાગત માટે હરખની હેલી ઉભરાયેલ, આવા પ્રસંગે આનંદ અને હેત (લાગણી) થાય તે સ્વભાવિક છે. આ રેલીઓ વખતે કાર્યકર્તાઓએ ગાઇડ લાઇનનું પાલન નહીં કરવાથી ઘણાંને કોરોના લાગુ થયેલ.

પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ત્યારે તેમણે હવે કોઇપણ સંજોગોમાં કોંગ્રેસીઓને આયાત કરવામાં (પ્રવેશ આપવામાં) નહીં આવે તેવી ભવિષ્યવાણી ભાખેલ જેના પરિણામે ભાજપના હોદેદારોને આત્મસંતોષ થયેલ કે હવે ખરીદ - વેચાણ પ્રથા બંધ થશે જેથી પક્ષમાં રહેલ કાર્યકર્તાઓને અન્યાય નહીં થાય તેવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયેલ પરંતુ તાજેતરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી રાજીનામા આપેલ તેઓને ભાજપમાં પ્રવેશ આપી ઉમેદવારો બનાવવામાં આવ્યા છે આટલી જ વાત નથી હાલમાં પણ આ પ્રક્રિયા ચાલુ જ છે.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે આવી ૧૮ર સીટો આગામી ધારાસભાની ચુંટણીમાં જીતશે એવી આશા વ્યકત કરેલીે. ગુજરાતના પડતર પ્રશ્નોમાં થતી હાડમારીમાં ફેરફાર થશે અને હવેથી આમ જનતાને ગુજરાત સરકાર તરફથી કોઇ મુશ્કેલી કે કનડગત નહી થાય તેવા એક પણ શબ્દનું ઉચ્ચારણ કરેલ નહી ફકત ભાજપ સંગઠન મજબુત બનાવવાની વાત કરેલ.

હાલની ચુંટણી દરમ્યાન કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ આપવાની પ્રથા ચાલુ જ છે આનો અર્થ એ થાય કે પ્રમુખના વાણી-વચનો અને વર્તન જુદા છે.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું કે પ્રથમ સ્વાગત રેલી વખતે ખોડલધામ (કાગવડ) મુકામે સી. આર.પાટીલની નરેશભાઇ પટેલ તથા અન્ય આગેવાનોની હાજરીમા઼ આશરે ૧૧૦ કિલો ચાંદીથી રજતુલા કરવામાં આવેલ છે જે દૈનિક પેપરોમાં પ્રીસધ્ધ થયેલ આ ચાંદીની બજાર કિંમત લગભગ ૬૦ થી ૭૦ લાખ રૂપીયા અંદાજી શકાય. આવડી મોટી રકમની વ્યવસ્થા કોના તરફથી કરવામાં આવી તે જાણવા માટે ગુજરાતની આમ જનતા ઇંતેજાર કરી રહી છે. આ કાર્યક્રમ કોના તરફથી ગોઠવવામાં આવેલ તથા આવડી મોટી રકમનું યોગદાન આપવાનું નક્કી કરવામાં આવ્યું તેની સ્પષ્ટતા થવી જોઇએ એવી લોકોની લાગણી અને માંગણી છે.

સીઆર.પાટીલે પાર્ટીના સંગઠનને જ ધ્યાનમાં રાખવાને બદલે કોરોનાના સમયમાં આમ જનતા તેમજ  દરેક વર્ગના લોકોની હાડમારી ઓછી થાય તેવો પ્રયાસ કરવામાં મદદરૂપ થવાય એ જરૂરી છે તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે.

(3:31 pm IST)