Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

૭ મહિના બાદ પ્રદ્યુમન પાર્ક ઝુ ખુલ્લુ મૂકાયુ

કુદરતી સૌંદર્યથી ભરપુર એવા પ્રદ્યુમન પાર્ક ઝુમાં અવનવા પ્રાણીઓ, પક્ષીઓ જોવાનો મોકો હવે પ્રવાસીઓને મળશેઃ સવારે ૯ થી સાંજે ૫ સુધી ઝું ખુલ્લુ રહેશેઃ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, સેનીટાઇઝ ઉપરાંત 'ઝું'નાં નિયમોનું ચુસ્ત પાલન ફરજીયાત

રાજકોટ તા. ૨૦ : કેન્દ્ર સરકારે જે તે શહેરમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ જોઇને બગીચા, પાર્ક, ઝુ, મ્યુઝિયમ વગેરે ખુલ્લા મુકવાની છૂટછાટ આપતી ગાઇડલાઇન પ્રસિધ્ધ કરી છે જે અનુસંધાને રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા તબક્કાવાર હરવા-ફરવાના જાહેર સ્થળો ખોલવાના નિર્ણયો લેવાઇ રહ્યા છે. જે અનુસંધાને આજથી શહેરનાં રમણિય સ્થળ પ્રદ્યુમન પાર્ક ઝુ પણ આજથી મૂલાકાતીઓ માટે ખૂલ્લ્ુ મૂકાયુ છે.

 લાલપરી તળાવના કિનારે આવેલ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા પ્રદ્યુમન પાર્ક ઝુ ને પણ આજે તા.૨૦ ઓકટોબરથી ખોલી નાંખવામાં આવ્યુ છે. હવે   પ્રવાસીઓને કુદરતી સૌંદર્ય સાથે અવનવા પ્રાણીઓ જોવાનો લ્હાવો લઇ શકશે. ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ સચિવાલય, ગાંધીનગર જાહેરનામાં ક્રમાંક : જીજી/૫૩/૨૦૨૦/વિ-૧/કઅવ/૧૦૨૦૦/૪૮૨ તા.૦૧/૦૯/૨૦૨૦થી અનું. ૦૨ મુજબ શહેરના બગીચાઓ નીચે જણાવેલ શરતો અને નિયમો આધીન ઝું ખુલ્લુ મૂકાયુ છે. જેની જાહેર જનતાએ શરતો સાથે અમલવારી કરવા સ્ટે. ચેરમેન ઉદય કાનગડ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે વિનંતી કરી છે.

મ્યુનિ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા શહેરીજનોએ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. કુદરતી સોંદર્યનો આનદ માણવાની સાથોસાથ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. આનંદ ઉત્સાહ લેવા જતા પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી પડશે. નિયત કરેલ શરતો અને નિયમોનો શહેરીજનો ચુસ્તપણે પાલન કરે તેવી અપીલ છે. નોંધનીય છે કે, પ્રધ્યુમન પાર્ક 'ઝુ' દરરોજ સવારે ૯થી સાંજે પ સુધી ખૂલ્લુ રહેશે. જયારે શુક્રવારે બંધ રહેશે.

(3:29 pm IST)