Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

મ.ન.પા.ની લાયબ્રેરી થઇ અનલોક : હવે રાબેતા સમયે ખુલ્લી રહેશે

લાઇબ્રેરીમાં માસ્ક પહેરવુ, સેનીટાઇઝ, સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ફરજીયાત

રાજકોટ,તા. ર૦ :  શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીએ હવે રેગ્યુલર સમયે ખુલ્લી રહેશે.

આ અંગે તંત્રની સતાવાર માહિતી મુજબ નોવેલ કોરોના વાયરસ સંક્રમણના કારણે લોકડાઉન બાદ અનલોક-૧ થી સરકારશ્રી તરફથી સમયાંતરે મળેલ સૂચનાઓને દયાને લઇ તકેદારીના પગલા રૂપે મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીઓનો સમય સવારે ૮.૦૦ થી સાંજે ૪.૦૦ કલાક સુધીનો રાખવામાં આવેલ હતો. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ લાઈબ્રેરીઓ .૧.શ્રીમતી પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, કેનાલ રોડ ,૨. દતોપંત ઠેંગડી પુસ્તકાલય, શ્રોફ રોડ ૩. બાબુભાઈ વૈધ લાઈબ્રેરી, રૈયા રોડ, તથા ૪. મહિલા વાચનાલય, મહિલા એકટીવીટી સેન્ટર, નાનામાવા સર્કલનાં તમામ લાઇબ્રેરીઓ તા. ૨૦ ઓકટોબર થી તેના રેગ્યુલર સમયે એટલે કે સોમવાર થી શુક્રવાર સવારે ૯.૦૦ થી સાંજે ૭.૩૦ તથા ૫. . ડો. બાબાસાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી , જીલ્લા ગાર્ડન નો સમય સોમવાર થી શુક્રવાર સવારે ૯.૦૦ થી સાંજે ૫.૩૦ નો રહેશે. તમામ લાઇબ્રેરીઓ બીજો,ચોથો, શનિવાર તથા બધા રવિવાર સવારે ૮.૦૦ થી બપોરે ૨.૦૦ તેમજ જાહેર રજાઓમાં લાઇબ્રેરીઓ બંધ રહેશે. જેની દરેક લાઇબ્રેરીના સભ્યો, વિઘાર્થિઓ તથા શહેરના નાગરીકોએ  નોધ લેવા જણાવવામાં આવે છે.

વિષેસ લાઇબ્રેરીમાં પ્રવેશતા પહેલા માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. પ્રવેશ વખતે હાથ સેનીટાઇઝ કરવાના રહેશે. સાથે સાથે થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરવાનું તથા પલ્સ ઓકસીમીટરથી ઓકસીજન લેવલ ચેક કરી નોર્મલ સ્થીતી હશે તો જ લાઇબ્રેરીમાં પ્રવેશ મળશે. લાઇબ્રેરીમાં આવનાર ઉપયોગકર્તાઓએ સોસીયલ ડીસ્ટંસનું પાલન કરવાનું રહેશે જેની પણ દરેકે નોધ લેવા વિનંતી.

(2:56 pm IST)