Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

બેડી વિસ્તારનાં નિલકંઠ પાર્કમાં રસ્તા-પાણીની અસુવિધા

રાજકોટ તા. ર૦: શહેરનાં વોર્ડ નં. ૪ માં આવેલ નિલકંઠ પાર્કમાં રસ્તા-પાણીની સમસ્યા ઉકેલવા વિસ્તારવાસીઓ દ્વારા મ્યુ. કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે વિસ્તારવાસીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, શહેરનાં વોર્ડ નંબર ૪ બેડી બાયપાસ, બેડી ચોકડી વિસ્તારમાં આવેલ નકલંક પાર્કમાં છેલ્લા ૧૦ વર્ષથી વધુ સોસાયટીમાં રોડ રસ્તા, પાણીની કોઇ સુવિધા કરવામાં આવેલ નથી.

આ ઉપરાંત પાણીની સુવિધા ટેન્કર દ્વારા પુરી પાડવામાં આવે છે પરંતુ ત્રણ દિવસે એકવાર આપવામાં આવે જે પુરૃં પડતું નથી. એટલે તાત્કાલિક અમને પાણીના ટેન્કર દરરોજ આપવામાં આવે એવી માંગ 'આપ'ની આગેવાનીમાં વિસ્તારવાસીઓ દ્વારા કરવામાં આવી છે.

(2:54 pm IST)