Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

હરિયાણાની લાડવા ગૌશાળામાં ગુરૂવારે 'ગૌ વિજ્ઞાન ગોષ્ઠી'

રાજકોટ : રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા તથા અનેક ગૌતજજ્ઞો-વૈજ્ઞાનિકોની ઉપસ્થિતીમાં હરીયાણાના હિસ્સાર ખાતેની લાડવા ગૌશાળા ખાતે તા. રર ના ગુરૂવારે 'ગૌ વિજ્ઞાન ગોષ્ઠી'નું આયોજન કરાયુ છે. જેમાં ડો. કથીરીયા આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અભિયાનની માહીતી રજુ કરશે. આત્મ નિર્ભર ભારત બનાવવા ગૌ આધારીત ઉદ્યોગો અને ગૌ વિજ્ઞાન અંગે માર્ગદર્શન આપશે. આ ગોષ્ઠીમાં હરીયાણા કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. શ્રવણકુમાર ગર્ગ, ઉપાધ્યક્ષ ડો. વિદ્યાસાગર બગલા, હરીયાણા પશુધન વિકાસ બોર્ડના અધ્યક્ષ સોમબીર સાંગવાન, હરીયાણા ગૌ સેવા આયોગના સભ્ય સોમબીર સાંગવાન, સભ્ય ડો. રાજ સૈની, સ્થાનિક સમાજ સેવક સુમેર ચૌધરી પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપશે. આ ગોષ્ઠી અંગેની વિશેષ માહીતી માટે પ્રધાન આનંદરાજ ગૌભકત, લાડવા ગૌશાળા (મો.૯૪૧૬૧ ૬૦૭૧૩) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:52 pm IST)