Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

રોયલ પાર્કમાં ટી-ર૦ ક્રિકટ મેચ પર સટ્ટો રમતા ચિરાગભારથી પકડાયો

રાજકોટ, તા. ર૦ : યુનિવર્સિટી રોડ સત્યમ માર્ટની સામે રોયલ પાર્કમાં ટી-ર૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બાવાજી શખ્સને યુનિવર્સિટી પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમીશનર મનોજ અગ્રવાલની સુચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.એસ.ચાવડા તથા એ.એસ.આઇ. હરદેવસિંહ રાયજાદા, હેડ કોન્સ. જયંતીભાઇ સોંદરવા, કોન્સ. નિલેશભાઇ મિયાત્રા, પ્રકાશભાઇ કોડીયાતર તથા મેહુલસિંહ ચુડામા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઇ. હરદેવસિંહ અને કોન્સ નિલેશભાઇને મળેલી બાતમીના આધારે યુનિવર્સિટી રોડ રોયલ પાર્ક શેરી નં. ૮માં દરોડો પાડી આઇ.પી.એલ.ની ટી-ર૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ચિરાગભારથી મનહરભારથી ગોસ્વામી (ઉ.વ.૩૦) (રહ. સાંઇનગર સોસાયટી બ્લોક નં. ૪૮/બી કાલાવડ રોડ) ને પકડી લઇ રૂ. ર૦૦૦ રોકડા બે મોબાઇલ મળી રૂ. ૪રપ૦૦ની મતા કબ્જે કરી હતી.

(2:49 pm IST)