Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

બિગ બાઝાર નજીક અકસ્માત સર્જાયોઃ રોડ સાઇડમાં ઉભેલા પુરૃષ કારની ઠોકરે ફૂટબોલની જેમ ઉછળ્યા ને પટકાયાઃ વિડીયો વાયરલ

રાજકોટઃ સવારે સવા અગિયારેક વાગ્યા આસપાસ દોઢસો ફુટ રીંગ રોડ પર બિગ બાઝાર નજીક એટાલન્ટીસ એપાર્ટમેન્ટ સામે એક પુરૃષ રોડ સાઇડમાં ઉભા હતાં ત્યારે અચાનક કારની ઠોકરે ચડી જતાં ફૂટબોલની જેમ ઉછળીને રોડ પર પટકાતાં દેકારો મચી ગયો હતો. રોડ પર પછડાતાં જ આ પુરૃષ બેભાન થઇ ગયા હતાં. ગંભીર ઇજા થઇ હોઇ એકઠા થયેલા લોકોએ હોસ્પિટલે ખસેડવા પ્રબંધ કર્યો હતો. અકસ્માતનો આ વિડીયો સોશિયલ મિડીયામાં વારયલ થયો હતો. માલવીયાનગર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં રાઉન્ડ કર્યા છે તે પુરૃષ કઇ રીતે ઉછળી પડ્યા તે જોઇ શકાય છે.

(2:47 pm IST)