Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

દારૂના ત્રણ ગુનામાં ૯ માસથી ફરાર હનીફ મંધરા પકડાયો

આજીડેમ પોલીસે પોકેટકોપ એપની મદદથી પકડ્યો

રાજકોટ તા. ૨૦: પોકેટકોપ એપનો ઉપયોગ કરી અવાર-નવાર પોલીસ નાસતા ફરતા આરોપીઓને પકડી લે છે. આજીડેમ પોલીસે પણ આ એપનો ઉપયોગ કરી દારૂના ગુનામાં ૯ મહિનાથી ફરાર શખ્સ હનીફ હુશેનભાઇ મંધરા (ઉ.વ.૩૫)ને પકડી લીધો છે. શિવાજીનગર-૧૦માં રહેતો હનીફ મંધરા વિરૂધધ આજીડેમમાં બે અને કુવાડવા પોલીસમાં બે ગુના નોંધાયા હતાં અતને આ ત્રણેય ગુનામાં તે ફરાર હતો. આ શખ્સને કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા અને કુલદીપસિંહ જાડેજાની બાતમી પરથી પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, કોૈશેન્દ્રસિંહ ઝાલા, ઉમેદભાઇ ગઢવી, ભીખુભાઇ મૈયડ સહિતે પકડી લીધો છે. અગાઉ પણ આ શખ્સ વિરૂધ્ધ થોરાળામાં પાંચ્ અને બી-ડિવીઝનમાં દારૂનો એક ગુનો નોંધાયો હતો.

(2:44 pm IST)