Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

મેહુલનગરમાં સુનિલ કેશરીયાના ઘરમાં ભકિતનગર પોલીસનો જૂગારનો દરોડોઃ ૬ પકડાયા

રાજકોટઃ જુગારનો બીજો દરોડો ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ ખોડિયાર મંદિર પાસે મેહુલનગર-૧૦માં રહેતાં સુનિલ નગીનભાઇ કેશરીયા (ઉ.૫૮)ના ઘરમાં પાડી તેને તથા અનિલ પ્રભુદાસ આડેસરા (ઉ.૫૦-રહે. ગુંદાવાડી-૨૬, પલંગ ચોક), રાકેશ હિમતલાલ પારેખ (ઉ.૪૫-રહે. ગીતગુર્જરી સોસાયટી-૩), રજનીકાંત લક્ષમણભાઇ કોરાટ (ઉ.૩૮-રહે. લલુડી વોંકળી-૨૨), દિનેશ ચંદુલાલ ઝરીયા (ઉ.૪૨-રહે. વિજય પ્લોટ-૬) તથા ખેતશીભાઇ ખોડાભાઇ વાવેચા (ઉ.૪૨-રહે. ગઢીયાનગર-૩/૨, સંત કબીર રોડ)ને પકડી લઇ રૂા. ૧૧૨૮૦ રોકડા કબ્જે લીધા હતાં. એસીપી એચ.એલ. રાઠોડ અને પી.આઇ. વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. વિક્રમભાઇ, મહેન્દ્રસિંહ, સલિમભાઇ, મયુરસિંહ, ભાવેશભાઇ, વાલજીભાઇ સહિતે દરોડો પાડ્યો હતો.

(11:46 am IST)