Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

રૈયા રોડનહેરૂનગરમાં ફારૂક મામટીના ઘરમાં ચાલતા જૂગારધામ પર ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ મહિલા સહિત ૮ પકડાયા

હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, પ્રતાપસિંહ ઝાલા અને યોગીરાજસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ રૈયા રોડ પર નહેરૂનગર-૪ બંધ શેરીમાં અઝીઝ મંજીલ ખાતે રહેતાં ફારૂક રહિમભાઇ મામટી (ઉ.૫૧)એ પોતાના ઘરમાં જૂગારનો અડ્ડો ચાલુ કર્યાની બાતમી ડીસીબીના હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, પ્રતાપસિંહ ઝાલા અને યોગીરાજસિંહ જાડેજાને મળતાં દરોડો પાડી ફારૂક તથા અરજણ મેરામણભાઇ કરમણ (ઉ.૫૯-રહે. જામનગર, ખંભાળીયા રોડ), પરબત નાગજીભાઇ મોલીયા (ઉ.૪૮-રહે. પોપટપરા-૧૦), રતીગીરી દોલતગીરી મેઘનાથી (ઉ.૪૪-રહે. ખોડિયાર કોલોની, જય ભગવાન સોસાયટી-જામનગર), મહમદઅકબર ખુરશીદભાઇ ખેશ (ઉ.૩૩-રહે. ભગવતીપરા નંદનવન સોસાયટી-૯), શૈલેષ જનકભાઇ કોટક (ઉ.૪૦-રહે. ચુનારાવાડ-૧, ફાયર બ્રિગેડવાળી શેરી), ઇબ્રાહીમ આમદભાઇ સોરા (ઉ.૪૫-રહે. કુંભનાથ પરા, કાલાવડ) તથા સલિમ અબ્દુલભાઇ કારીયાણીયા (ઉ.૫૭-રહે. રામનગર-૩, હનુમાન મઢી પાસે) તથા એક મહિલા શોભનાબેન પ્રવિણભાઇ જોષી (ઉ.૪૯-રહે. લક્ષ્મીવાડી કવાર્ટર નં. ૧૯૪)ને પકડી લઇ રૂા. ૧,૦૩,૨૦૦ની રોકડ તથા ગંજીપાના કબ્જે કરાયા હતાં. મહિલાની રાતે ધરપકડ કરવાની બાકી રાખવામાં આવી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની રાહબરી અને સુચના હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ, ફિરોઝભાઇ, હરદેવસિંહ, યોગેન્દ્રસિંહ, સોકતખાન, અમિત અગ્રાવત, તોરલબેન જોષી, સોકતખાન, યોગીરાજસિંહ સહિતે આ દરોડો પાડ્યો હતો.

(11:46 am IST)