Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

મારામારીમાં સામેલ દેવનગરના સન્ની ઉર્ફ નયન સોલંકીને પાસામાં ધકેલાયો

રાજકોટઃ નાના મવા રોડ દેવનગર-૨માં રહેતો સન્ની ઉર્ફ નયન રમેશભાઇ સોલંકી (ઉ.૨૨) મારામારીના ગુનામાં સંડોવાયો હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મંજુર કરી વડોદરા જેલમાં ધકેલવા હુકમ કરતાં માલવીયાનગરના પી.આઇ. એન. એન. ચુડાસમા, પીસીબી પીઆઇ એસ. એન. ગડ્ડુ, પીએસઆઇ ચંપાવત, જે. એ. ખાચર, એએસઆઇ પરેશભાઇ જારીયા, જાવેદહુશેન રિઝવી, કોન્સ. અરૂણભાઇ બાંભણીયા, રાજુભાઇ, શૈલેષભાઇ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરીએ બજવણી કરી હતી.

(11:45 am IST)