Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

કાલાવડ રોડ જલારામ પેટ્રોલ પંપે મશીનનો રોલ બદલવા મામલે નિરવ દયાતરને યુસુફ અને ત્રણ અજાણ્યાએ પાઇપથી ફટકાર્યોઃ હાથ ભાંગી ગયો

રાજકોટઃ કાલાવડ રોડ પર કોસ્મોળપ્લેકસથી આગળ વિરસાવરકર સોસાયટી-૭૦૪માં રહેતો નિરવ લક્ષમણભાઇ દયાતર રાતે સવા અગિયારેક વાગ્યે કાલાવડ રોડ પર જલારામ પેટ્રોલ પંપમાં નોકરી પર હતો ત્યારે યુસુફ નામના શખ્સે પેટ્રોલ પંપના મશીનનો રોલ બદલવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી બીજા ત્રણ જણા સાથે મળી નિરવ તથા તેના બંને ભાઇઓ પર પાઇપથી હુમલો કરી હાથે-પગે-કમરના ભાગે ઇજા કરી તેમજ નિરવનો જમણો હાથ ભાંગી નાંખી ખૂનની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચતા માલવીયાનગરના પીએસઆઇ જે. કે. પાંડાવદરા અને પ્રશાંતસિંહે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:44 am IST)