Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

દિવાળી તહેવાર અંતર્ગત પોલીસ એકશનઃ ઠેકઠેકાણે વાહન ચેકીંગઃ ફૂટ પેટ્રોલીંગ

રાજકોટઃ શહેરમાં દિવાળીના તહેવાર અંતર્ગત કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને લોકો શાંતિથી તહેવાર ઉજવી શકે એ માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,  ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ તમામ ઝોનના એસીપી, તમામ પોલીસ મથકના પી.આઇ. અને ટીમો દ્વારા દરરોજ સાંજે, રાત્રે જુદા-જુદા મુખ્ય માર્ગો, ભીડભાડવાળી જગ્યાઓ પર અને બજારોમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ ઠેક-ઠેકાણે મુખ્ય ચોકમાં તથા માર્ગો પર વાહન ચેકીંગ, બ્રેથએનલાઈઝરથી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે દ્રશ્યો તસ્વીરમાં જોઇ શકાય છે.

(11:43 am IST)