Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

દિવાળી નિમિતે રાજકોટના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ-વાહન અને બ્રેથ એનાલાઇઝરથી ચેકીંગ

રાજનગર।લક્ષ્મીનગર અને સદર બજાર,જંકશન પ્લોટ મેઇનરોડ,રૈયા રોડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ

રાજકોટ :  આગામી દિવાળીના તહેવાર અનુસંધાને  ઝોન-2 જાડેજાના માગૅદશૅન હેઠળ એસીપી ગેડમના  આગેવાની હેઠળ  રાજનગર ચોક,લક્ષ્મીનગર વિસ્તાર તથા ભીડભાળ વાળા વિસ્તારોમાં ફુટ પેટ્રોલીગ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત દિવાળી નિમિતે સદર વિસ્તારમાં તથા જંકશન મેઈન રોડ ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકીગ કરાયું હતું તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રૈયા રોડ ફુટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, બ્રેથ એનાલાઇઝર થી વાહન ચેકીંગ કરાયું હતું

(11:08 pm IST)