Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

અસંખ્ય દર્દીઓને આયુર્વેદિક ઔષધીથી સાજા કરનાર વૈદ્ય સ્તવન શુકલના કેમ્પનો આજે છેલ્લો દિવસ

રાજકોટ : મેલેરીયા અને ડેંગ્યુ જેવા તાવના સામાન્ય લક્ષણોમાં તાવ ચડવો, ઠંડી લાગવી, કળતર થવી, સાંધાનો દુખાવો, સાંધા જકડાઇ જવા, સખત નબળાઇ લાગવી, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, આંખની કીકી પાછળ દુખાવો, ઝાળા થવા, અરુચિ, ઉલ્ટી, ઉબકા, ગળામાં દુખાવો, ઠંડી લાગવી, શરીરે ખંજવાળ આવવી અને ચાંઠા દેખાવા વગેરે છે.

રાજકોટના જાણીતા યુવા વૈદ્ય શ્રી સ્તવન શુકલ કે જેમણે આયુર્વેદની અકસીર ઔષધથી અસંખ્ય દર્દીઓને મેલેરીયા અને ડેંગ્યુના તાવ અને દર્દમાંથી સાજા કર્યા છે, તદઉપરાંત ચિકનગુનિયાના જુના દુખાવા પણ આયુર્વેદિક ઔષધીના અમુક સમય સુધી યોગ્ય રીતે સેવન કરવાથી જડમુળથી મટી જાય છે. તેઓ કહે છે કે,  ચિકનગુનિયા, મેલેરીયા અને ડેંગ્યુનો રામબાણ ઈલાજ આયુર્વેદિક ઔષધ છે. છેલ્લા થોડા મહિનાઓમાં આ પ્રકારના ઝેરી તાવનો ઉપદ્રવ ભયંકર રીતે વધ્યો છે અને શાસ્ત્રોકત રીતે નિર્માણ કરેલ ઔષધિ દ્વારા અસંખ્ય દર્દીઓર્ને સાજા કર્યા છે.

રાજકોટમાં અને આસપાસના વિસ્તારના લોકોને આ વ્યાધીમાંથી મુકત કરાવા, તેઓ દ્વારા રાજકોટમાં તેમની કલિનીક, વેદાંત ઔષધાલય, ૯-પ્રહલાદ પ્લોટ, દિગવીજય રોડ, રાજકોટ ખાતે આયોજીત બે દિવસીય રાહતદરે ઔષધી કેમ્પ જે નિદાન નિઃશુલ્ક રહેશે, જયારે ઔષધિ માટે ફકત ટોકન ચાર્જ લેવાશે. કેમ્પનો સમય સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ અને બપોરે ૫ થી ૭:૩૦ નો રહેશે, વધુ વિગત માટે ૯૭૧૪૦ ૬૬૬૦૧ ઉપર સંપર્ક કરી શકાશે.

શ્રી સ્તવન શુકલ જે દવાઓ આપે છે, તે બજારમાં મળતી દવાઓ નથી, પરંતુ તેઓ જાતે શાસ્ત્રોકત રીતે તૈયાર કરેલ ઔષધ આપવાના આગ્રહી છે, જે દ્યણી અકસીર, સચોટ અને અસરકારક છે. તેઓ માને છે કે, જે શુધ્ધ ઔષધના મિશ્રણો તેઓ વાપરે છે તે બજારમાં મળવા શકય નથી. તેમના ઔષધ ચિકનગુનિયાના જુના દુખાવા, મેલેરીયા અને ડેંગ્યુમાં રામબાણ ઈલાજ છે. જેનો થોડો ડોઝ લેવાથી દર્દીને તેની અસર અનુભવાય છે અને તાવની પરિસ્થીતીમાં નોંધપાત્ર સુધારો થાય છે. તેઓ ચિકનગુનિયાના જુના દુખાવા, મેલેરીયા અને ડેંગ્યુ માટે ચૂર્ણ રુપે ઔષધ આપે છે અને આયુર્વેદ ઉપચાર મુજબની પરેજીઓ સુચવે છે.

તેઓ જાતે જંગલો અને બીજા રાજયોમાં ફરી ઔષધો અને જડીબુટીઓ એકત્ર કરી વિવિધ હઠીલા રોગોની સફળ સારવાર કરે છે. વૈદ્ય સ્તવન શુકલના દાદા અને પર-દાદા પણ જાણીતા વૈદ્યરાજ હતા. રાજકોટ અને આસપાસના વિસ્તારના લોકો કે જેમને ચિકનગુનિયાના જુના દુખાવા, મેલેરીયા અને ડેંગ્યુનો તાવ હોય કે તેના દુખાવાઓ અને તકલીફથી પીડાતા હોય તેમને ખાસ આ આયુર્વેદિક કેમ્પનો લાભ લેવા તેઓ ઇજન કરાયુ છે.(૩૭.૪)

કલીનીક સ્થળ વેદાંત ઔષધાલય, ૯-પ્રહલાદ પ્લોટ, દિગ્વિજય રોડ, રાજકોટ. મો.૯૭૧૪૦ ૬૬૬૦૧

(4:20 pm IST)
  • ડાંગના સાપુતારાથી શામહાન નેશનલ હાઈવે પર માલેગામ ઘાટ માર્ગમાં ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં ટ્રક ખાબકી :નાસિકથી રાજસ્થાન જતી હતી ટ્રક access_time 5:33 pm IST

  • પંજાબ સરકારની મૃતકોના પરિવારને 5-5- લાખ અને ઘાયલોને મફત ઈલાજની જાહેરાત:મોદી સરકારે મૃતકોના પરિવારને 2-2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય જાહેર કરી access_time 1:02 am IST

  • ૭૧ કોર્પોરેટરો ઉપરાંત શિક્ષણ સમિતિના ૧૫ સભ્યો સહિત ૮૭નો પગાર વધારો મંજુરઃ રાજકોટઃ આજે જનરલ બોર્ડમાં કોંગ્રેસના ૭૧ કોર્પોરેટરો ઉપરાંત શિક્ષણ સમિતિના ૧૫ સભ્યો સહિત કુલ ૮૭ પ્રતિનિધિઓનો પગાર વધારો મંજુર થઈ ગયો હતોઃ હવે આ તમામને મહિને ૧૫૦૦૦ સુધીનું ભથ્થુ મળશે access_time 3:32 pm IST