Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

મિશનઃ ઇમ્પોસિબલ કે આઈ એમ પોસિબલ?

સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત ફેફસાંફાડ કોમેડી નાટકની ટિકિટો માટે ધસારોઃ સીમિત સીટ હોઈ, લોકો એ અત્યાર થી જ ટિકિટો સુરક્ષિત કરી લીધીઃ ૭૫ વર્ષની ડોશીની અમેરિકા જવાના પ્રયત્નો ની યાત્રા માં અનેક વિઘ્નો : શું ડોશી એમાં થી પર ઉતરી શકશે? : તા. ૨૭ ઓકટોબર , શનિવાર રાત્રે ૮.૩૦ ક. અને ૧૦ ક. બે શો હેમુ ગઢવી હોલ મીનીમાં : ટિકટ માટે સંપર્ક : ૬૩૫૪૯૯૫૦૦૧ . એ. બુ. : આવતી કાલથી હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૧૦ થી ૨ અને સાંજે ૪ થી ૯ દરમ્યાન

રાજકોટ, તા. ૨૦ : વિદેહી એન્ટરટેઇન્મેન્ટ આયોજિત નાટક ' યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ' માટે લોકો નો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. કૈક અનોખું, પ્રયોગશીલ લાવવા  અને રાજકોટ વાસીઓ ની કલા-ભૂખ સંતોષવા સતત કાર્યશીલ દેવલ વોરા કહે છે કે આ નાટક સ્ટેન્ડ અપ કોમેડી ,સિચુએશનલ કોમેડી , ડાયલોગ કોમેડી અને પેરોડી ગીતોનું રમુજી સંમીશ્રણ છે.

એક ૭૫ વર્ષની વિધવા ડોશી , ખાખરા ફરસાણ વેચી જીવન ગુજારે . ઉંમર ૭૫ની પણ દિલ સપનાઓ થી ભરેલું . વર્ષોથી સેવેલું એક જ સપનું - અમ્બેરિકા (અમેરીકા) જવાનું ! ડોશી એ અમેરિકા જવા ઊંધે કાંધ થઇને પ્રયત્નો ચાલુ કર્યાને તેની આખી 'પાડાની પોળ' એની મદદ માં જોડાઈ - ને પછી સર્જાય - સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત ફેફસાંફાડ કોમેડી પ્રયોગશીલ નાટક - -  યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ.

સતત હસાવતા રહેતા આ કોમેડી નાટકમાં ડોશીને અમેરિકા પહોંચાડવા માટે તેની આખી પોળ જેનું નામ છે -પાડાની પોળ -કઈ રીતે મદદ કરે છે અને તેમાંથી કેવી કેવી કોમેડી રચાય છે તેનું ખુબ જ રસિક લેખન અને  નિરૂપણ શ્રી સૌમ્ય જોશી એ કર્યું છે. અમિતાભ , ઋષિ કપૂર અભિનીત બોલિવૂડ ફિલ્મ ૧૦૨ નોટ આઉટના લેખક અને કેટલાયે સાવ જ હટકે નાટકોના લેખક દિગ્દર્શક -સૌમ્ય જોશી પાસેથી આવી હળવી કૃતિ લોકોને વધુ હળવા બનાવી દેવાની ગેરંટી સાથે જ આવતી હોય છે. કોમેડી નાટકોમાં કોમેડી ગીતો વણી લઈને સૌમ્ય એ નાટકને ખરેખર હસી હસીને થકવી દે તેવું બનાવ્યું છે.

પ્રેમ ગઢવી કે જેઓ ૧૭ થી પણ વધુ ગુજરાતી હિટ ફિલ્મો માં કામ કરી ચુકયા છે, જીજ્ઞા વ્યાસ કે જેઓ વેલકમ જિંદગી, આજ જાને કી ઝિદ ના કરો વગેરે જેવા નાટકો માં પોતાના અદભુત  અભિનય થી લોકો ની સતત વાહ-વાહી મેળવતા રહ્યા છે અને દ્યણી ગુજરાતી ફિલ્મો ના રાઇટર - એકટર હેમીન ત્રિવેદી ની ત્રિપુટી આ નાટક માં રંગ જમાવે છે ! તેઓ આ નાટક માં સ્ટોરી - ટેલર એટલે કે સૂત્રધાર પણ છે અને એક થી વધારે પાત્રો ભજવતા, ડોશી ને અમેરિકા મોકલવાના મિશન ના સૌથી  મહત્વના હિસ્સેદારો  પણ છે .આ ઉપરાંત જોડિયા બહેનો મોસમ - મલકા ના કંઠે ગવાતા મધુર પણ કોમેડી ગીતો પણ ખરા જ.

વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના દેવલ વોરા રાજકોટમાં કૈક નવું લાવવા માટે અને રાજકોટ ના કલા-રસિકો માટે કૈક અનોખા નજરાણાઓ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે . ટીપોસ્ટના દેશી કાફે માં આયોજિત ઉર્દુ મુશાયરો હોય કે હમણાં છેલ્લે લાવેલા, અત્યંત બોલ્ડ વિષય વાળું નાટક - આજ જાને કી ઝિદના કરો હોય, વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના આયોજનો રાજકોટ માટે 'ટોક ઓફ ધી ટાઉન' રહ્યા છે. લગભગ બે મહિના ના સતત પ્રયત્નો પછી દેવલ એ આ નાટક જાતે માણ્યું અને પછી રાજકોટ ના કલા પ્રેમીઓ માટે કાઙ્ખમેડી નો રસથાળ પીરસવા આ નાટક રાજકોટ માં આયોજન કરવાનું નક્કી કર્યું ! અમદાવાદ, પાટણ વગેરે જેવા શહેરો માં કરેલા કેટલાયે સફળ, હાઉસફુલ  પ્રયોગો પછી , ખંત થી ચૂંટેલું, કોમેડીના એક નવા પ્રકારને ઉજાગર કરતું આ નાટક રાજકોટને જરૂર પસંદ આવશે.

રાજકોટ માં આ નાટક લાવવા માટે , વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના નિરંતર સહયોગી એવા ટીપોસ્ટ ઉપરાંત આ વખતે પરીન લાઇફસ્ટાઇલ અને પરીન ટાટા મોટર્સ પણ જોડાયા છે. તા. ૨૭ ઓકટોબર , શનિવાર ના રોજ નાટક ના બે શો છે .  રાત્રે ૮.૩૦ કલાકે અને રાત્રે ૧૦.૦૦ કલાકે.  હેમુ ગઢવી હોલ મીની માં. નાટક ની ટિકટ માટે સંપર્ક : ૬૩૫૪૯૯૫૦૦૧. એ. બુ. ૅં આવતી કાલથી હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૧૦ થી ૨ અને સાંજે ૪ થી ૯ દરમ્યાન મળી શકશે મનગમતી સીટ મેળવવા ટિકટ વહેલી તકે લઇ લેવા અનુરોધ કરાયો છે.

(4:17 pm IST)
  • બનાસકાંઠા:ડીસાના માણેકપૂરા ગામે ગરબા કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરની હાજરી:ગઈકાલે અલ્પેશ ઠાકોરનું માથું વાઢી લાવવા ઇનામ જાહેર કરતા ગરબા સ્ટેજ પરથી કર્યો લલકાર: મને મારવાના સપના જોનારાઓને કહું છું, રાત્રે 12 વાગે પણ એકલો ફરું છું જેને મારવો હોય તે આવી જાય access_time 5:32 pm IST

  • અમરેલીના ત્રણ લોકોને ગેંગરેપ કેસમાં ફસાવવાની ધમકી આપવાના મામલે ત્રણ આરોપીની ધરપકડ access_time 12:38 am IST

  • જેને મારવો હોય તે આવી જાય: અલ્પેશ ઠાકોરનો લલકારઃ ડીસાના માણેકપુરા ગામના ગરબા કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી લલકાર access_time 3:33 pm IST