Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

કડવા પાટીદાર સમાજ દ્વારા બુધવારે શરદોત્સવ

કર્ણાવતી પાર્ટી પ્લોટમાં ત્રીસ હજાર પાટીદારો ઉમટશે : દૂધ-પોૈવાની જયાફત સાથે 'મા બાપને ભૂલશો નહી' અને 'દિકરી વ્હાલનો દરિયો' સાંસ્કૃતિક કાર્યક્રમોઃ રકતદાન કેમ્પનું સેવામય આયોજન* ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારી

રાજકોટ તા.૨૦: ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગૃપ દ્વારા શરદપૂનમની રઢીયાળી રાતે તા. ૨૪ બુધવારે દૂધપોૈવાની રંગત સાથે મા બાપને ભૂલશો નહી, દિકરી વ્હાલનો દરિયો જેવા પારિવારીક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓના સ્મરણાર્થે આ કાર્યક્રમમાં રકતદાન કેમ્પ યોજાશે.

રાજકોટના કાલાવડ રોડ પર રંગોલી પાર્ક પાછળ કર્ણાવતી પાર્ટીપ્લોટ ખાતે તા. ૨૪ બુધવારે રાત્રીના ૮.૩૦ કલાકે યોજાનારા શરદોત્સવમાં રાજકોટમાં વસતા અંદાજે ૨૫,૦૦૦ કડવા પાટીદાર પરિવારો એકસાથે બેસીને દૂધપોૈવા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પટેલ સમાજ રાજકોટના પ્રમુખ અરવિંદભાઇ પટેલ, તેમજ દિપ પ્રાગટય પાટીદાર શ્રેષ્ઠી બાનલેબના મોૈલેશભાઇ ઉકાણી, નંદલાલભાઇ માંડવીયા, નીતિનભાઇ પટેલ, વલ્લભભાઇ વડાલીયા, મુળજીભાઇ ભીમાણી, મનસુખભાઇ પાણ, કે.બી. વાછાણી, રાજેશભાઇ ભાલોડીયા, ચંદુભાઇ સંતોકી, માધવજીભાઇ નાદપરાના હસ્તે થશે.

પાટીદાર સમાજના શ્રેષ્ઠી અને દાતાઓ એવા સ્વ. છગનભાઇ  કણસાગરા, સ્વ. લક્ષ્મણભાઇ માંડવીયા, સ્વ. ભીખુભાઇ અમૃતીયા, સ્વ. મેઘજીભાઇ પટેલના સ્મરણાર્થે ફીલ્ડમાર્શલ બ્લડબેંક તથા રાજકોટ વલેન્ટરી બ્લડબેંકના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે. રકતદાન કેમ્પનું દિપ પ્રાગટય રમેશભાઇ માંડવીયા, ભરતભાઇ ડઢાણીયા, ડો. આનંદ જસાણી, ડો. હર્ષલ કાલરીયા, મનસુખભાઇ ઝાલાવાડીયા, રમેશભાઇ કણસાગરા, શૈલેષભાઇ ગોવાણી, હરીભાઇ કણસાગરા, ગીરીશભાઇ સુતરીયા, પ્રવિણભાઇ ગરાળા, જયેશભાઇ અમૃતિયા, વિજયભાઇ માકડીયા, અરવિંદભાઇ પાણ, નાથાભાઇ કાલરીયા, ધીરૂભાઇ ડઢાણીયા, રજનીભાઇ પટેલ, ભુપતભાઇ પાચાણી, રાજુભાઇ કોરડીયા, ગોૈતમભાઇ માકડીયા, કેતનભાઇ ધુલેશીયાના હસ્તે થશે.

છેલ્લા અઢાર વર્ષથી કડવા પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે સંપ-સેવા અને સહકારની ભાવનાથી વિવિધ પ્રવૃતિ કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ અશોકભાઇ દલસાણીયા, ઉપપ્રમુખ હરીભાઇ કલોલા, મંત્રી સુરેશભાઇ વડાલીયા, ખજાનચી ગોરધનભાઇ કણસાગરા તેમજ ટ્રસ્ટી મહેશભાઇ ભુવા, અરવિંદભાઇ જીવાણી, પ્રવિણભાઇ જીવાણી, ચંદુભાઇ કાલાવડીયા, મનસુખભાઇ ભાલોડિયા એ જણાવ્યુું છે કે કડવા પાટીદાર સમાજ માટે આગામી તા. ૨૪ના બુધવારે યોજાનાર ૧૬માં શરદોત્સવમાં માટે કોઇપણ જાતના પાસ કે ટીકીટ વિના પાટીદાર પરિવારો સામુહિક રીતે શરદોત્સવની ઉજવણી કરે તેવું આયોજન કરાયું છે.

શરદોત્સવના કાર્યક્રમમાં અમદાવાદના ફેમસ લોક કલવર ગ્રુપના અશ્વિનભાઇ જોશી તથા કુ.શિતલ કિશોર પંડયા દ્વારા આપણા કોૈટુંબીક પાત્રો વચ્ચે સંયુકત કુટુંબમાં કેવી ભાવના હોવી જોઇએ આદર્શ જીવનની સુંદર પરિકલ્પના રજુ કરતો મા બાપને ભૂલશો નહી અને દિકરી વ્હાલનો દરિયો જેવા પારિવારીક કાર્યક્રમ રજુ કરાશે. શરદપૂનમની રઢીયાળી રાતે પાટીદાર સમાજના દરેક વ્યકિત પરિવાર સાથે બેસી દૂધ પોૈવાની રંગત માણી શકે તેવુ બેનમુન આયોજન ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અંદાજે ૩૦૦૦૦થી વધુ જન મેદનીને ગણતરીની મીનીટોમાં દૂધ પોૈવાની પ્રસાદી સ્થળ પર જ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શરદોત્સવના દૂધ પોૈવાના દાતા તરીકે પરસોતમભાઇ વાલજીભાઇ પાણ, વલ્લભભાઇ વાલજીભાઇ પાણ પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો છે.

ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના હોદેદારોએ જણાવ્યુ હતુ કે છેલ્લા પંદર વર્ષથી કડવા પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે સંસ્થા અનેકવિધ સામાજીક પ્રવૃતિઓ કરી રહી છે. જેમા ઉચ્ચ શિક્ષણ સહાય લોન, સિલાઈ તથા એમ્બ્રોઈડરી સહાય (વગર વ્યાજે), મેડીકલ સારવારના સાધનોની સહાય, મેડીકલ સારવાર સહાય, શરદોત્સવ, પડતરભાવે નોટબુક વિતરણ, રકતદાન કેમ્પ, ઉમિયાજી કિર્તન મંડળ, ઉમિયા બેન્ડ એન્ડ ડી.જે., પોકેટ કેલેન્ડર વિતરણ, કુદરતી આફતના સમયે સહાય, ઘાસચારો તથા ચણ, ઉમિયા જીમ સેન્ટર, નિદાન અને હેલ્થ ચેકઅપ કેમ્પ, વિધવા ત્યકતા નિરાધાર ખેતમજુર બાળકોને શિષ્યવૃતિ, બાળકોને શિષ્યવૃતિ સહાય, ધો. ૧૦ પછી ડીપ્લોમાં કોર્ષ સહાય લોન વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના કારોબારી સભ્યો પો. જે.એમ. પનારા, જેન્તીભાઈ મારડીયા, સન્નીભાઈ ખાંટ, સી.એન. જાવીયા, નટવરલાલ મકવાણા, મનસુખભાઈ ભેંસદડીયા, જયેન્દ્ર ઝારસાણીયા, હિમાંશુ વડાલીયા, મહાદેવભાઈ સાણંદીયા, મકનલાલ મેઘપરા, દિનેશભાઈ ચાપાણી, પ્રવીણભાઈ મણવર, અમુભાઈ કણસાગરા, અશ્વિનકુમાર કાલરીયા, કીરીટભાઈ બુટાણી, કેયુર કણસાગરા, કલ્પેશભાઈ અઘેરા, ભરતભાઈ દેપાણી, મહેન્દ્રભાઈ કાસુન્દ્રા, ચતુરભાઈ ભીમાણી, નિલેશભાઈ શેખાત, દિલીપભાઈ કંટારીયા, રજનીભાઈ ગોલ, જયેશભાઈ પેશીવાડીયા, નાગજીભાઈ ડઢાણીયા, મેપાભાઈ કણસાગરા, પરીનભાઈ દલસાણીયા, ચંદુભાઈ ગોવાણી, જયેશભાઈ કણસાગરા, પીયુષ સીતાપરા, હરસુખભાઈ ચાંગેલા, અમૃતભાઈ વડાલીયા, પ્રવીણભાઈ કગથરા, પ્રકાશ ઘેટીયા, પંકજ ફુલતરીયા, સનતભાઈ બાણુગરીયા, પંકજ સીતાપરા, પીયુષ કાલાવડીયા, અશ્વિનભાઈ ડેડકીયા, જમનભાઈ આલોદરીયા, આકાશ બકોરી, કે.વી. પબાણી, મગનભાઈ ખીરસરીયા, ધનરાજ શીરા, કેતન ભુત, કિશોરભાઈ દેત્રોજા, પરેશભાઈ માણાવદરીયા, અતુલ ધીંગાણી, પોપટભાઈ ભાલોડી, જીજ્ઞેશ વિરોજા, પારસ માકડીયા, રેનીશ શોભાણા, ધીરજભાઈ ભલાણી, મગનભાઈ કોરડીયા, અશ્વિનભાઈ કાંજીયા, વિનુભાઈ ઈસોટીયાએ જહેમત ઉઠાવી હતી.(૧.૧૭)

(4:16 pm IST)
  • મુંબઈના કાંદિવલી પશ્ચિમમાં મિલાપ સિનેમા નજીક આવેલ પેટ્રોલ પમ્પ પાસે રિક્ષાના સિલિન્ડર બ્લાસ્ટમાં રીક્ષા ચાલક સહિત ત્રણ ઘાયલ:જખમીઓને તુંગા હોસ્પિટલ લઈ જવાયા પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 5:33 pm IST

  • સુરત:વહેલી સવારે ઉધના દરવાજા પાસે પુર ઝડપે દોડાવતા કારને અકસ્માત નડ્યો :કારનો કચ્ચરઘાણ તથા કાર ચાલકને ઈજા પહોંચી :ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો access_time 5:32 pm IST

  • શકિતસિંહ ગોહિલે મુખ્યમંત્રી રૂપાણીને મોકલી લીગલ નોટીસઃ રૂપાણીના નિવેદન અંગે શકિતસિંહે ફટકારી નોટીસઃ બે અઠવાડીયામાં ખુલાસો આપવાનો કર્યો ઉલ્લેખઃ માનહાનિ અને દિવાની કેસ કરવા નોટીસ ફટકારી access_time 3:34 pm IST