Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સૂચિત સોસાયટી અને યુ.એલ.સી. પ્રશ્નો અંગેની મીટીંગ મૂલત્વીઃ ગોવિંદ પટેલ

રાજકોટ, તા.૨૦: સૂચિત સોસાયટી અને યુ.એલ.સી.ના પ્રશ્નો અંગે પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાનો તા.૨૧નો કાર્યક્રમ મુલત્વી રહેલ હોવાનું ધારાસભ્ય ગોવિંદ પટેલની યાદી જણાવેલ છે. પ્રાથમિક અહેવાલ ધારાસભ્ય અને અધિકારીઓ સાથે બેસીને તૈયાર કરવાનો નિર્ણય રાજ્ય સરકાર મારફતે કરેલ હોય શનિવારના રોજ આ અંગે ચર્ચા વિચારણા કરીને આગળની કાર્યવાહી હાથ ધરશે તેમ ગોવિંદભાઈ પટેલે જણાવેલ છે.  (૪૬.૨)

(4:15 pm IST)