Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ચેક પાછો ફરતા સાઇકૃપા મોબાઇલના માલીક વિરૂધ્ધ કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા ૨૦ : રાજકોટ શહેરમાં સાઇકૃપા મોબાઇલના નામથી મોબાઇલનો ધંધો વેપાર કતા હર્ષ જી.ખેમાણી એ રાજકોટમાં વ્રજ ટેલિકોમ (ઇન્ડિયા) પ્રાઇવેટ લીમીટેડ કંપની ના નામથી વ્યાપારી કંપની પાસેથી અવાર નવાર મોબાઇલોની ખરીદી કરતા હતા, અને કંપની ની કાયદેસરની લેણી રહેતી આઉટ સ્ટેન્ડિંગ એમાઉન્ટ કુલ રકમ રૂા ૬૫૧૯૪/- રહેતી હતી જેની ચુકવણી પેટે આ કામના તહોમતદાર દ્વારા રૂા ૬૦,૦૦૦/- ચેક ઇસ્યુે કરી આપેલ , તે ચેક રીટર્ન થતા ફરિયાદીએ રાજકોટના  એડી.જયુડી મેજિસ્ટ્રેટ કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરતા અદાલતે આરોપી સાઇકૃપા મોબાઇલનામાલીક હર્ષ જી.ખેમાણી વિરૂધ્ધ અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો રાજકોટ શહેરમાં વ્રજ ટેલિકોમ (લન્ડિયા) પ્રાઇવેટ લીમીટેડ કંપની નામથી વ્યાપારી કંપની અલગ અલગ કંપનીના મોબાઇલોનું વેચાણ કરે છે, તેમની પાસેથી રાજકોટ શહેરમાં સાઇકૃપા મોબાઇલના નામથી મોબાઇલનો ધંધો વેપાર કરતા હર્ષ જી. ખેમાણી અવાર નવાર મોબાઇલોની ખરીદી કરતા હતા, અને કંપની ની કાયદેસરની લેણી રહેતી આઉટ સ્ટન્ડિંગ એમાઉન્ટ કુલ રકમ રૂા ૬૫૧૯૪/- રહેતી હતી જેની ચુકવણી પેટે આ કામના તહોમતદાર દ્વારા રૂા ૬૦,૦૦૦/ ફરિયાદીની પેઢીના નામનો ચેક ઇસ્યુ કરી આપેલ. ફરીયાદી દ્વારા તેઓની બેંકમાં ચેક રજુ રાખતા ચેક અપૂરતા ભંડોળના કારણોસર રીટર્ર્ન થતા તે સબંધે ફરીયાદીએ એેડવોકેટ મારફત નોટીસ પાઠવવા છતાં સમય મર્યાદામાં ફરિયાદીની કાયદેસરની લેણી રકમની ચુકવણી કરેલ નથી જેના લીધે ફરીયાદી કંપનીએ તેમના ડાયરેકટર સમીરભાઇ વણઝારા દ્વારા દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાંધી નેગોશીએબલ એકટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરતા, અદાલતે આરોપી વિરૂધ્ધ કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં ફરિયાદી વ્રજ ટેલિકોમ (ઇન્ડિયા) પ્રાઇવેટ લીમીટેડ કંપની ના ડાયરેકટર વતી રાજકોટના જાણીતા ધારશાસ્ત્રી વિશાલ ગોસાઇ રોકાયેલ હતા.

(4:14 pm IST)