Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ઋષિ સંસ્કૃતિ વિદ્યા કેન્દ્ર દ્વારા કાલથી 'સિદ્ધ સમાધી યોગ શીબીર': પંચ કોષની શુદ્ધિની પ્રક્રિયા કરાવાશે

રાજકોટ તા. ર૦ : ઋષિ સંસ્કૃતિ વિદ્યા કેન્દ્ર, બેંગ્લોર દ્વારા આયોજીત શારિરીક, માનસિક, માનસિક, આર્થિક, આધ્યાત્મિક અને સર્વાગિક વિકાસ અંગે ભારત સેવક સમાજ હોલ, બાલભવન પાછળ, રેસકોર્ષ, ખાતે તા. ર૧ થી ર૯ સુધી સિદ્ધ સમાધિ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પંચકોષ અને તેની શુદ્ધી કરવાની પ્રક્રિયાની વાત આવે છેજેના દ્વારા શારિરીક સ્વાસ્થય, માનસિક, સંતુલન અને સમજણમાં વિદ્યેયાત્મક પરિવર્તન આવે છેઅને વ્યકિત વિના કારણ આનંદમાં રહે છે. જે બાબત સિદ્ધ સમાધિ યોગ એટલે એસ.એસ.વાય. શિબિર દ્વારા અનુભવાય છ.ે

સિદ્ધ સમાધિ યોગના મુળ ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલ બહ્મોપદેશમ્ નામના સંસ્કારમાં રહેલ છે. આ સંસ્કાર વૈદિક કાળમાં ઘણો જ પ્રચલિત હતો જેના દ્વારા વ્યકિત પોતાનામાં રહેલ અમાપ શકિતઓનો અનુભવ માત્ર તાત્વીક રીતેજ નહિ પરંતુ અનુભવનાં સ્તરે પણ કરી શકતો. આ પૂર્વકાલીન બ્રહ્મોપદેશમ્નો આધુનિક, પદ્ધતિસરની અને પ્રયોગીક અભિગમ, પરમ પુજય યોગબ્રહ્મ ગુરૂજી શ્રી ઋષિ પ્રભાકરજીની માનવ સમાજને અમુલ્ય ભેટ છે.

તેઓશ્રી બેંગ્લોર યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલીસ્ટ મેકીનેકલ એન્જીનીયર, કેનેડાની વિશ્વ વિખ્યાત વેસ્ટર્ન ઓન્ટેરીયો યુનિવર્સિટીના કોમ્પ્યુટર નિષ્ણાંત, એરોનોટીકલ એન્જીનીયર અને મેનેજમેન્ટનાં (એમ.બી.એ.) સ્નાતક હતા. તેઓશ્રી ધ્યાન, સજાગતા અને શિક્ષણના દુનિયા શ્રેષ્ઠ શિક્ષકોમાના એક છે.

એસ. એસ. વાય. એ કોઇ ધાર્મિક પંથ નથી. તે વ્યકિતને સંપ્રદાય કે પંથની મર્યાદિત રેખાઓથી દૂર સર્વધર્મની ક્ષિતીજ સુધી લઇ જાય છે અને સર્વધર્મ સમભાવનો સંદેશો આપે છે.

એસ. એસ. વાય. કોર્સ કરી તેમાં દર્શાવેલ બાબતોની નિયમિત પ્રેકટીસ કરવાથી આપણા જીવનમાં આનંદ અને સાચા સુખની અનુભુતિ થાય છે.

સિધ્ધ સમાધિ યોગમાં પંચકોષની સુધ્ધિની પ્રક્રિયા કરાવવમાં આવે છે. જેમાં અન્નમય કોષ (ભૌતીક શરીર), પ્રાણમય કોષ (જીવંત શકિત પ્રાણ), મનોમય કોષ (મન), વિજ્ઞાનમય કોષ (બુધ્ધિ) અને આનંદમય કોષ (સ્વ)નો શુધ્ધીકરણ થાય છે.

સમાધિ ધ્યાન આપણા શરીરની મન અને બુધ્ધીને વ્યવસ્થિત રીતે શુધ્ધ કરી વિકસીત કરે છે. શરીર અને મન એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. મન જયારે સતત વિચારોને કારણે સંતુલિત ન હોય ત્યારે તેની અસર શરીર ઉપર થાય છે. અને કેન્સરથી માંડી હૃદય રોગો જેવા અનેક પ્રકારના રોગો થઇ શકે છે. જેને સાયકોસોમેટીક ડીસીસ કહેવામાં આવે છે. આપણને થતા રોગોમાંથી ૭પ ટકા ઉપરના રોગો આ પ્રકારના હોય છે.

સિધ્ધ સમાધિ યોગમાં સમાધિ ધ્યાન શીખવવામાં આવે છે. જેમાં સવાર-બપોર અને સાંજ એમ ત્રણ વખત ૧પ મિનીટ સુધી  કોઇ એક અનુકુળ જગ્યાએ આંખ બંધ કરી એસ. એસ. વાય. ના શિક્ષકની સુચના મુજબ બેસવાનું હોય છે. જેના પરિણામે માનસીક પ્રક્રિયાઓ આપોઆપ ઓછી થતી જાય છે. અને શરીર ૩ થી ૪ કલાકની ગાઢ ઉંઘ દ્વારા મળતા ઉંડા આરામનો અનુભવ કરે છે.

આ શિબીરમાં ૧પ વર્ષથી ઉપરના, ગમે તે ધર્મ પાળતા જ્ઞાતિ જાતિ કે વર્ણના લોકો જોડાઇ શકે છે. પ્રોગ્રામમાં જોડાવા અને વિગતવાર માહિતી માટે ઇન્ટ્રોકશન લેકચર ભારત સેવક સમાજ હોલ, બાલભવન પાછળ, રેસકોર્સ, રાજકોટ ખાતે તા. ર૧ ના સવારના ૯ વાગ્યે રાખવામાં આવેલ છે.

આ શિબીરમાં ભાગ લેવા માટે ધર્મેશ તુવાર (મો. ૯૪ર૮૦ ૧૧૯૧પ) વિપુલ કોટેચા (મો. ૯૪ર૭૭ ર૭૮૭૭), સરજુ ભુવા (મો. ૯૭રર૬ ૧૩૦૪૬) નો સંપર્ક સાધવા બીનેશ પતાણી (મો. ૯૮ર૪ર ૧૦૪૯૬) ની યાદીમાં જણાવાયુ ં છે. (૬.૧૯)

(4:13 pm IST)
  • અમદાવાદ :શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ,વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર :માર્ચ 2019ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરાશે,:22 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે:સંસ્કૃત માધ્યમ,જેલના કેદીઓએ ઓફલાઇન ફોર્મ ભરવાનું રહેશે. access_time 7:38 pm IST

  • સુરત:કોઝવેમાં ચિંતાજનક રીતે પાણીની સપાટી ઘટી:૫ મીટર કરતા પણ જળસપાટી ઓછી થઇ :આગામી દિવસોમાં પીવાના પાણીની થઇ શકે સમસ્યા access_time 5:22 pm IST

  • મુંબઈના કાંદિવલી પશ્ચિમમાં મિલાપ સિનેમા નજીક આવેલ પેટ્રોલ પમ્પ પાસે રિક્ષાના સિલિન્ડર બ્લાસ્ટમાં રીક્ષા ચાલક સહિત ત્રણ ઘાયલ:જખમીઓને તુંગા હોસ્પિટલ લઈ જવાયા પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 5:33 pm IST