Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સોમવારે વાણંદ સમાજના વન- ડે ડાંડીયા રાસ

રાજકોટ,તા.૨૦: શ્રી ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિ રાજકોટ દ્વારા તા.૨૨ના સોમવારે સાંજે ૬થી ૧૧ દરમ્યાન રાધે રજવાડી મહોત્સવ ગ્રાઉન્ડ (મવડી- પાળ રોડ, વનવિહાર રેસ્ટોરન્ટની બાજુમાં, મવડી) ખાતે વાણંદ સમાજના વન-ડે ડાંડીયારાસનું આયોજન કરવામાં આવેલ છે.

વાણંદ સમાજના ભાઈ- બહેનો માટે આયોજીત આ ડાંડીયારાસમાં ૮૦ હજાર વોટની સાઉન્ડ સિસ્ટમ્સ સાથે ખેલૈયાઓ સંગીતના સથવારે ઝુમશે. પાસની ફી રૂ.૧૦૦ રાખેલ છે. પ્રથમ પ્રિન્સ- પ્રિન્સેસને ગોવાની ટૂર સાથે અનેક ઈનામો આપવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા આયોજકો અરવિંદભાઈ સોલંકી, ગિરધરભાઈ બગથરીયા, નિતીનભાઈ રાઠોડ, ભરતભાઈ ધોળકીયા, અતુલભાઈ વાજા, તરૂણભાઈ રાઠોડ, હરેશભાઈ લીંબાણી, સતીસભાઈ પોપટાણી, નિરવભાઈ જાદવ, કિસનભાઈ બુટાણી, બિપીનભાઈ ચૌહાણ, ધવલભાઈ પરમાર, વિપુલભાઈ બગથરીયા, હિતેષભાઈ સીંસગીયા, દિપકભાઈ સીંસગીયા, નિતીનભાઈ સોલંકી, ધવલભાઈ સોલંકી અને કપીલભાઈ સોલંકી જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:13 pm IST)
  • બનાસકાંઠા : દિયોદરમાં ચૌધરી સમાજના કન્યા સ્કૂલ અને કોલેજના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો:દિયોદરના રૈયા ગામે નાયબ મુખ્યમંત્રી સહિત આગેવાનો હાજર:પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ ભૂમિપૂજન કરતા સમયે નીચે પટકાયા:એકાએક પરબત પટેલ નીચે પટકાતા માહોલમાં ભય વ્યાપ્યો access_time 5:32 pm IST

  • સુરેન્દ્રનગર:શહેરમાં પસાર થતી દુધરેજ નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવતા પતિનું મૌત નીપજ્યું :પાલિકા ફાયર ફાયટર ટિમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી:પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 8:38 pm IST

  • જામનગર:કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ લીલીઝંડી આપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકતારથનું પ્રસ્થાન કરાવ્યું:સાંસદ પુનમબેન માડમ સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત access_time 5:23 pm IST