Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

વિપક્ષી નેતા વશરામભાઇ 'પપ્પુ'ની પરંપરા નિભાવી પગે લાગ્યા તે અયોગ્યઃ ભારદ્વાજ

રાજકોટ : આજે કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ ભાજપનાં સીનીયર કોર્પોરેટર નીતિનભાઇ ભારદ્વાજને પગે લાગી પ્રેક્ષક ગેલેરી ખોલવા વિનંતી કરી હતી. તે વખતની તસ્વીર. જો કે નીતિનભાઇએ આ બાબતને અયોગ્ય ગણાવી અને જણાવેલ કે જનરલ બોર્ડમાં મેયર સર્વોપરી હોય છે ત્યારે વશરામભાઇએ મને પગે લાગીને ''પપ્પુ''ની પરંપરા નિભાવી તે અયોગ્ય છે. કેમ કે સંસદમાં પણ કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ભેટયા હતાં ત્યારે વિપક્ષીનેતાએ પણ તેમાંથી પ્રેરણા લઇ આ કાર્ય કર્યું તે અયોગ્ય છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા) (પ-ર૮)

(4:06 pm IST)