Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

રઘુવંશી બીટ્સ રાસોત્સવ સંપન્નઃ ખેલૈયાઓને બેસ્ટ ઇનામો

બેસ્ટ ઓફ ધ બેસ્ટ રઘુવંશી ફાઇનલના વિજેતાઓને લાખેણા ઇનામો અપાયાઃ સૌનો આભાર માનતા મિતેષ રૂપારેલીયા

  રાજકોટઃસતત ચોથા વર્ષે શ્રી રઘુકુળ યુવા ગુ્રપ દ્રારા લોહાણા સમાજ માટે નવરાત્રી દરમિયાન 'અકિલા– રઘુવંશી બીટ્સ રાસોત્સવ' નું દશેરાના પવિત્ર દિવસે  સમાપન થયું હતું. નવરાત્રીના નવ નોરતા દરમ્યાન દરરોજ વિજેતા બનેલા પ્રિન્સ–પ્રિન્સેસ વચ્ચે બેસ્ટ ઓફ ધી બેસ્ટ રઘુવંશી ફાયનલ સ્પર્ધાનુ  આયોજન  કરાયું હતુ. શ્રેષ્ઠ ખેલૈયાઓ વચ્ચે બરાબરીનો જંગ જામ્યો હતો. સતત નવ દિવસ સુધી પોતાની કળાના સૌને દર્શન કરાવ્યા બાદ, તનતોડ મહેનત કરીને અને આનંદવિભોર થઈને આ ખેલૈયાઓએ અંતીમ સ્પર્ધામાં પણ  સૌના દીલ જીતા લીધા હતા. એક જોઈને એક ભુલીએ તેવા દ્રશ્યો પરીસરમાં સર્જાયા હતા. નિર્ણાયકો માટે પણ પ્રિન્સ–પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતની કેટેગરીના વીજેતાઓ નકકી કરવા ખૂબ દુષ્કર થઈ ગયુ હતુ, પરંતુ અંતે તો શ્રેષ્ઠતમ જ વિજેતા થાય એ ન્યાયે અંતીમ  દિવસે, અંતીમ સ્પર્ધા બાદ, સૌ ફાયનાલીસ્ટો વચ્ચે  ''બેસ્ટ ઓફ ધી બેસ્ટ રઘુવંશી'' ફાઇનલ સ્પર્ધા યોજાઈ ગઈ.

નવરાત્રી મહોત્સવ સમાપન અત્યંત રસાકસીભરી તંદુરસ્ત હરીફાઈ બાદ ગુ્રપ–એ માં  પ્રિન્સ તરીકે સાહીલ બલદેવ, રૂદ્ર કકકડ, કિશન ચંદારાણા, મનન સવજાણી, કેવીન ગોકાણી, મિત ધામેચા, પ્રથમ લાખાણી, મગીયા મન તથા પ્રિન્સેસ તરીકે ક્રિશા રૂપારેલીયા, જીયા કોટેચા, ઝાંસી, વિશ્વા, ખુશી, રીતીકા વિજેતા બન્યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્સ સાહીલ રાજદેવ, કરણ વસાણી તથા પ્રિન્સેસમાં ગુંજન, મિશરી, સ્પેશ્યલ પ્રાઈઝમાં તીર્થ ગઢીયા તથા ગુ્રપ –બી માં પ્રિન્સ તરીકે સ્પંદન છોટાઈ, નથવાણી જયમીત, છોટાઈ અંકીત, ઠકકર દીપ, ભોજાણી હાર્દિક, દલસાણીયા દીપ, સેજપાલ મીત, રાવલ શુભમ, કાનાબાર હર્ષ તથા પ્રિન્સેસ તરીકે ચંદરાણા કોમલ, કટારીયા આરતી, વિઠૃલાણી પંકિત, ઠકકર ઉજાલા, ઠકકર વીર, ગઢીયા ઉન્નતિ, ખંધેડીયા બીનીતા, અનામ હાર્દિ મોસ્ટક્રિએટીવ પ્લેયર ઓફ આર.વાય.જી. વિઠૃલાણી થીરા વિજેતા બન્યા છે તથા વેલડ્રેસમાં રાયઠઠૃા ચીંતન તથા મીત કારીયા  તથા સી–ગુ્રપમાં પ્રિન્સેસ તરીકે વિઠૃલાણી જગદીશભાઈ , વિઠૃલાણી જાનવીબેન, નંદાણી જીજ્ઞાબેન, તન્ના પ્રવિણભાઈ વિજેતા બન્યા હતાં.

શ્રી રઘુકુળ યુવા ગુ્રપ દ્રારા લોહાણા સમાજ માટે નવરાત્રી દરમિયાન યોજાયેલા  રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવમાં   અમીતભાઈ રૂપારેલીયા (જવેલદીપ ઓર્નામેન્ટસ),  સહિતનાનો  સહયોગ મળેલો હતો. રઘુકૂળ યુવા ગુ્રપના મિતેશભાઈ રૂપારેલીયા તથા સાથી ટીમના જયદેવભાઈ રૂપારેલીયા, ધવલભાઈ ચેતા અને સાથી ટીમ  દ્વારા સમાપન સમારોહમાં   અતિથિઓ   મેયરશ્રી બિનાબેન આચાર્ય, ભાવેશભાઈ પટેલ (એમ.ડી. મોમાઈ આઈસ્કીમ), શ્રી મુખરજી   (મોમાઈ આઈસ્કીમ), ભાવેશભાઈ રૂપારેલીયા (ડીસ્ટ્રીબ્યુટર મોમાઈ આઈસ્કીમ), રતીલાલભાઈ દાવડા, નૈનેષભાઈ દાવડા, જયેશભાઈ અંબાવી, બીનાબેન અંબાવી, મહેકબેન અંબાવી, વૃષ્ટિબેન અંબાવી, જે.બી. આચાર્ય, ચંદ્રકાંતભાઈ પટેલ, જયેન્દ્રસિંહ ઝાલા, દિપકભાઈ કારીયા, હિનાબેન કારીયા, અંશુયાબેન મીરાણી, પ્રફુલભાઈ મીરાણી, દિનેશભાઈ ધામેચા, દિપકભાઈ રાયચુરા, રામભાઈ કોટેચા, ભાવીશાબેન રૂપારેલીયા, પરેશભાઈ રૂપારેલીયા, ચેતનભાઈ બુઘ્ધદેવ, હિનાબેન બુઘ્ધદેવ, નિર્મળાબેન ખખ્ખર, પ્રફુલ્લાબેન દેવાણી, સરોજબેન બુઘ્ધદેવ, મીનલબેન સોલંકી, ઝંખનાબેન તન્ના, દેવીશા વેકરીયા, વંદનાબેન જાદવ, ઋતુજાબેન ચેતાએ  હાજર કરેલ.

જજ તરીકે રાધીકાબેન વિઠૃલાણી, ઋતુજાબેન ચેતા, બિંદીયાબેન અમલાણી તથા બિજલબેન ચંદારાણા, આરતીબેન કોટેચા, અંજલીબેન વસાણી, પોતાની તટસ્થ સેવા આપી હતી.  

શ્રી રઘુકુળ યુવા ગુ્રપના સંયોજક મિતેશ રૂપારેલીયા અને આયોજક ટીમના જયદેવભાઈ રૂપારેલીયા, નિલેશભાઈ તન્ના, ધવલભાઈ ચેતા, રામભાઈ કોટેચા, ચંદુભાઈ રાયચુરા, રજનીભાઈ રાયચુરા, પરીમલભાઈ કોટેચા, કિશનભાઈ વિઠૃલાણી, દિપકભાઈ રાયચુરા, દિનેશભાઈ ધામેચા, વિરેન્દ્રભાઈ વસંત, સંજયભાઈ લાખાણી, દિપકભાઈ મદલાણી, વિમલભાઈ ગંગદેવ,  વિમલભાઈ બગડાઈ, જયદીપભાઈ કારીયા, હિતેશભાઈ કોટેચા તેમજ મહિલા ટીમના રાધીકાબેન વિઠૃલાણી, બિંદીયાબેન અમલાણી, યામીનીબેન કુંડલીયા, બિંદુબેન ચાંદ્રાણી, બિજલબેન ચંદારાણા, વૈશાલીબેન રૂપારેલીયા, વિધીબેન સીમરીયા, રીઘ્ધીબેન કટારીયા, સુનીતાબેન ભાયાણી, પુજાબેન કુંડલીયા,  પારસ કુંડલીયા, અલ્પેશ કોટક, કિશન પોપટ, સાગર કકકડ, માલવ વસાણી, નિશાદ સુચક, નિરવ રૂપારેલીયા, ધર્મેન્દ્ર કારીયા, ભદ્રેશ વડેરા, ઉમેશ કોટેચા, ધવલ પોપટ, રઘુરાજ રૂપારેલીયા, પ્રકાશભાઈ ગઢીયા (રઘુવંશી વડાપાંઉ), આશીષ પુજારા, કલ્પીત ખંધેડીયા, દેવેન્દ્ર સોમૈયા, જય દેવાણી, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, જૈવીન વિઠૃલાણી, ગોપાલ બાટવીયા, વાસુદેવ સોમૈયા, રાજુભાઈ નાગરેચા, અમીત કોટક, લખન કોટક, ભાવેશ કાનાબાર, દર્શન રાજા, મિત સેજપાલ, સંદીપ ગોવાણી, પ્રશાંત પુજારા, જય ઘેલાણી, હિનેર અનડકટ, જેકી કકકડ, અક્ષીત ઉનડકટ, હર્ષ કારીયા, કમલેશ સોમમાણેક, હર્ષ કારીયા, વિશાલ અનડકટ, કેવલ કાનાબાર, મિતેશ અનડકટ, દિપેન તન્ના, મનીષ જીવરાજાની, હિતેશ મગેચા, મિહીર ધનેશા વિગેરે જહેમત ઉઠાવી હતી.  (૪૦.૧૧)

(4:03 pm IST)