Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ટ્રકે બાઇકને ઠોકરે ચડાવી દેતાં હળવદના ચરાડવાના વાલ્મિકી યુવાન લક્કીનું મોત

૨૩ વર્ષનો યુવાન સરા ગામે માતાજીના કામેથી પરત આવતો'તો ત્યારે બનાવઃ રાજકોટમાં દમ તોડ્યોઃ દોઢ વર્ષની પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૨૦: હળવદના ચરાડવા ગામના ૨૩ વર્ષના વાલ્મિકી યુવાનનું વાહન અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

ચરાડવા રહેતો લક્કી રાજેશભાઇ પરેશા (ઉ.૨૩) નામનો યુવાન ગઇકાલે બાઇક હંકારી સરા ગામે માતાજીના કામ સબબ ગયો હતો. ત્યાંથી પરત પોતાના ઘરે આવતો હતો ત્યારે ચરાડવા-દેવપુર વચ્ચે કોઇ ટ્રકના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં લક્કીને ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી મોરબી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર લક્કી ત્રણ ભાઇમાં બીજો હતો અને સિરામીક ફેકટરીમાં કામ કરતો હતો. તેના પત્નિનું નામ આરતી છે. સંતાનમાં દોઢ વર્ષની પુત્રી છે જેણે પિતાનું છત્ર ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ છે. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલક અંગે તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

 

(11:42 am IST)
  • જામનગર:કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ લીલીઝંડી આપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકતારથનું પ્રસ્થાન કરાવ્યું:સાંસદ પુનમબેન માડમ સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત access_time 5:23 pm IST

  • સુરેન્દ્રનગર:શહેરમાં પસાર થતી દુધરેજ નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવતા પતિનું મૌત નીપજ્યું :પાલિકા ફાયર ફાયટર ટિમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી:પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 8:38 pm IST

  • બનાસકાંઠા : દિયોદરમાં ચૌધરી સમાજના કન્યા સ્કૂલ અને કોલેજના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો:દિયોદરના રૈયા ગામે નાયબ મુખ્યમંત્રી સહિત આગેવાનો હાજર:પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ ભૂમિપૂજન કરતા સમયે નીચે પટકાયા:એકાએક પરબત પટેલ નીચે પટકાતા માહોલમાં ભય વ્યાપ્યો access_time 5:32 pm IST