Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વિધાનસભા–૬૯ના બુથવાલી–ઈન્ચાર્જ સાથે સંવાદ કાર્યક્રમ

રાજકોટ : રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને લોકહ્ય્દયમાં કોમનમેન તરીકેની છાપ ધરાવનાર સંવેદનશીલ વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રૈયારોડ ખાતે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં શહેર ભાજપ દ્વારા વિધાનસભા–૬૯માં સમાવિષ્ટ વોર્ડના બુથવાલી–ઈન્ચાર્જ સાથે  'સવાંદ કાર્યક્રમ' યોજાયેલ હતો. આ સંવાદ બેઠકમાં ઝવેરીભાઈ ઠકરાર, કમલેશ મિરાણી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, ગોવીંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કશ્યપ શુકલ, ડો.પ્રદીપ ડવ, અંજલીબેન રૂપાણી સહીતના  ઉપસ્થિત રહ્યા હતા. વિજયભાઈ રૂપાણીનું બુકેથી સ્વાગત ઝવેરીભાઈ ઠકરાર, કમલેશ મિરાણી, નરેન્દ્રસિંહ ઠાકુર દ્વારા કરવામા આવેલ. તેમજ ડો.પ્રદિપ ડવ, પુષ્કર પટેલ, ડો.દર્શીતાબેન શાહ દ્વારા સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવેલ  હતુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત 'સેવા એજ સંગઠન' શીર્ષક હેઠળ ભાજપ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પં.દીનદયાલ ઉપાઘ્યાયજીના મંત્ર અનુસાર છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં હંમેશા કાર્ય કરતી રહી છે. ગુજરાતમાં છેલ્લા છવ્વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારો કાર્યરત છે ત્યારે ગુજરાતમાં માન. વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં વિકાસકાર્યો લોકો કાયમી યાદ રાખશે અને નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ વિકાસયાત્રાને આગળ ધપાવશે ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તે માટંે આજે નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે ભાજપના કાર્યકર્તાઓ  સંકલ્પબઘ્ધ બનીએ. આ તકે ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ સંવાદ કાર્યક્રમમાં માર્ગદર્શન આપતા જણાવેલ હતું કે ભારતીય જનતા પાર્ટી તપ,ત્યાગ અને સમર્પણ ના સંસ્કારોથી સીંચાયેલી પાર્ટી છે ત્યારે પાર્ટીનો કાર્યકર્તા હંમેશા શીસ્તબઘ્ધ રહયો છે અને કાર્યકર્તા માટે જવાબદારી હંમેશા ગૌણ હોય છે, બુથથી  લઈ કેન્દ્ર સુધી ભાજપનો કાર્યકર્તા નાનીમોટી જવાબદારી સંગઠન અને સરકારમાં સંભાળી ફરી પાર્ટીના કામમાં કાર્યરત બનતો હોય છે. આ તકે વિજયભાઈ રૂપાણીએ કાર્યકર્તા સંવાદમાં જણાવ્યું હતું કે જનસંઘથી લઈ ભાજપ આજે નરેન્દ્રભાઈ મોદી, અમીતભાઈ શાહ અને જે.પી. નડૃાજીના નેતૃત્વમાં વટવૃક્ષ બન્યુ છે, ત્યારે પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ અવિરત સંઘર્ષ, અનેક આંદોલનો અને અનેક યાતનાઓ ભોગવી આ પાર્ટી આજે વટવૃક્ષ બની છે ત્યારે ૧૯૮૦માં ગુજરાતમાં નવ ધારાસભ્યોથી અને ૧૯૮૪માં બે સંસદસભ્યોથી ચૂંટાયેલી પાર્ટી આજે સમગ્ર દેશનું નેતૃત્વ કરી રહી છે. આ નેતૃત્વમાં અનેક કાર્યકર્તાઓએ પોતાનું જીવન પાર્ટીને સમર્પિત કર્યુ છે. પં. દીનદયાલ ઉપાઘ્યાયજીએ આપેલા એકાત્મ માનવવાદ અને ચરૈવતિ ચરૈવતિના મંત્ર અનુસાર પાર્ટીમાં કાર્યકર્તા અનેક જવાબદારીઓ સરકાર અને સંગઠનમાં સંભાળતા હોય છે, ત્યારે ભાજપમાં કાર્યકર્તામાંથી મુખ્યમંત્રી બને છે અને ફરી કાર્યકર્તા બની 'ચરૈવતિ ચરૈવતિ' ના મંત્રને સાર્થક કરે છે તેનું આપણને સૌને ગૌરવ છે. આ 'સવાંદ બેઠક'નું સંચાલન શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુરે તેમજ અંતમાં આભારવિધિ કિશોર રાઠોડે કરેલ હતી. આ બેઠકને સફળ બનાવવા વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, પરેશ હુંબલ, રઘુભાઈ ધોળકીયા, અનીલભાઈ પારેખ સહીતનાએ જહેમત ઉઠાવી હતી. 

(4:05 pm IST)