Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

મોઢ વણિક યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું સમાપન

મોઢ વણિક યુવા ગ્રુપ દ્વારા ત્રણ દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન મોઢ વણિક વિદ્યાર્થી ભવન ખાતે કરાયુ હતુ. દરરોજ આરતી પૂજા કરાયા હતા. અન્નકોટ દર્શનમાં દાદાને ૨૫૧ સામગ્રી ધરાવાઇ હતી. ત્રણ દિવસના આ મહોત્સવમાં મોઢ વણિક સમાજના આગેવાનો જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મોઢ વણિક યુવા ગ્રુપના પ્રમુખ કિરેનભાઇ છાપીયા, માનદ મંત્રી કેતનભાઇ પારેખ, ચેરમેન કેતનભાઇ મેસ્વાણી, પ્રચાર પ્રસાર સેવા અશ્વિનભાઇ પટેલે પુરી પાડી હતી. કારોબારી સભ્ય ડો. કમલેશભાઇ પારેખ, જીજ્ઞેશભાઇ મેસ્વાણી, ચિંતનભાઇ વોરા, ડો. સંજય મહેતા, દેર્વેન્દ્ર મણીયાર, યીતન ધ્રાફાણી, યોગેશ પારેખ, ઇલેશ પારેખ, અજય પરીખ, કેતન શાહ, મુકેશ પારેખ, સુનિલ બખાઇ, ભાવિક મહેતા, જીજ્ઞેશ દોશી, યશ બખાઇ, નયન પરીખ, ધર્મેશ મહેતા, પનીશ શાહ, કલ્પેશ દોશી, કુ. દેવાંશી બખાઇ, શ્રીમતી નીતાબેન પારેખ, શ્રીમતી છાયાબેન છજરીયા, શ્રીમતી હીનાબેન દોશી, શ્રીમતી ક્રિષ્નાબેન મણીયાર, શૈલજા શાહ, વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

(4:01 pm IST)