Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પ્રદ્યુમનપાર્ક પાસેના રાંદરડા તળાવમાંથી ગાંડી વેલ દૂર કરો

તળાવનું પાણી પ્રદુષીત થઇ રહ્યું છે : વોર્ડ નં. ૬ના કોર્પોરેટરો દેવુબેન, પરેશભાઇ, મંજુબેન તથા ભાવેશની મ્યુ. કમિશ્નરને રજુઆત

રાજકોટ, તા. ર૦ : વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર શ્રીમતી દેવુબેન મનસુખભાઈ જાદવ, શ્રીમતી મંજુબેન ઘનશ્યામભાઈ કુગસીયા, શ્રી પરેશભાઈ પીપળીયા તથા શ્રી ભાવેશભાઈ દેથરિયાએ એક સયુંકત યાદીમાં જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલિકાને પીવાનું પાણી પુરું પાડતા જળાશયો પૈકીના રાંદરડા તળાવમાં પ્રદ્યુમન પાર્ક પાસે, તાજેતરમાં ચોમાસાની ઋતુ અને ભારે વરસાદને કારણે જળકુંભી(ગાંડી વેલ) મોટા પ્રમાણમાં ફેલાવો પામેલ છે જેને લીધે તળાવનું પાણી પ્રદુષિત થાય છે તેમજ આ વિસ્તારમાં મચ્છરોનો મોટા પ્રમાણમાં ઉપદ્રવ થતો હોઈ, આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની શક્યતા રહેલ છે. જે ધ્યાને લઈ, રાંદરડા તળાવમાં પ્રદ્યુમન પાર્ક પાસે મોટા પ્રમાણમાં ઉગી નીકળેલ જળકુંભી(ગાંડી વેલ)ને સત્વરે દૂર કરાવવા જરૂરી કાર્યવાહી કરાવવા મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર પાઠવેલ છે.

(3:56 pm IST)