Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સવારે વ્હેલા ઉઠો, જંકફૂડ ખાવાનું બંધ કરો, હેલ્ધી ફૂડ ખાઓ, શરીર ફીટ રહેશેઃ ધ ગ્રેટ ખલીનો યુવાઓને સંદેશ

રાજકોટમાં ''જીમ લોન્જ પ્લેટીનીયમ''નો WWE સુપરસ્ટાર ખલીના હસ્તે શુભારંભ : જીમમાં જઈ નિયમીત કસરત કરો, દરેક બિમારીઓથી સુરક્ષીત રહેશું, રાજકોટના મેયર ફીટ, વખાણ કર્યા

રાજકોટ,તા. ૨૦: જીમ લોન્જ એના પ્લેટિનિયમ સેગમેન્ટની નવી આવૃત્તિ સાથે હવે રાજકોટમાં આવી ગયું છે. જેનુ ઉદ્ઘાટન વર્લ્ડ હેવી વેઇટ ચેમિયન અને જીમ લોન્જના બ્રાન્ડ એમ્બેસેડર એવા ષ્ષ્ચ્ અને ભારતના -ોફેશનલ રેસલર ગ્રેટ ખલી દ્વારા કરવામાં આવ્યું હતું. જીમ લોન્જના પ્લેટીનમ સેગમેન્ટના ઉદઘાટન સાથે કેટલીક સ્વસ્થ્ય રહેવાની ટિપ્સ અને ટેકનિક ગ્રેટ ખલીએ રાજકોટવાસીઓને શીખવાડી હતી.

ધ ગ્રેટ ખલીએ જણાવેલ કે આજે જ્યારે આખું વિશ્વ કોરોના જેવી ઘાતક બિમારી સામે લડી રહ્યું છે ત્યારે કસરત અને યોગ જ એક માત્ર સ્વસ્થ રહેવા માટેનો ઉપાય છે. જેથી હવે આપણે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે સમય કાઢીને આવા સંપૂર્ણ પ્રોફેશનલ સાધનો અને સર્ટિફાઇડ ટ્રેનર હોય તેવા જીમની અંદર જઈ પોતાની જાતને સ્વસ્થ રાખવાનો સમય કાઢીશું તો જ અત્યારની અને આવનારી દરેક બિમારીઓથી સુરક્ષિત રહી શકિશું.

 ગ્રેટ ખલીએ જીમ લોન્જની વિશેષતા અંગે કહ્યું કે, જીમ લોન્જમાં અત્યાધુનિક કસરત માટેના સાધનો જીમ પ્રેમીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બોડી વેઇટ ટ્રેનિંગ, પર્સનલ ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા અહીં આવતા જીમ પ્રેમીઓને દરેક પ્રકારની કસરતને લગતી સુવિધા બાથ, સ્ટીમ બાથ  ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત કુશળ એવા સર્ટિફાઇડ ટ્રેનરો પણ જીમમાં રહી લોકોને કસરતની ટેકનિક શીખવશે. જરૂરી એવો ડાયટ પ્લાન પણ પ્રોવાઈડ કરાવવામાં આવશે.

સવારે વ્હેલા ઉઠી જાવ, જંકફૂડ ખાવાનું બંધ કરો અને હેલ્ધી ફૂડ ખાઓ, શરીર ફટ રહેશે. તમે ફીટ રહો અને અન્યોને પણ પ્રેરણા આપો. રાજકોટના મેયર ફીટ છે તેમ કહી તેમના વખાણ કર્યા હતા.

જીમ લોન્જ ગ્રુપ રાજકોટના ઉદઘાટન બાદ આવનાર સમયમાં જીમ લોન્જ ગ્રુપના ફાઉન્ડર શ્રી વિજયભાઈ સેંગર અને તેમની ટીમ દ્વારા આવનાર સમયમાં સુરત, બરોડા, વિજાપુર, ગાંધીનગર, મહેસાણા જેવા ગુજરાતના નાના મોટા શહેરોમાં નવી આવૃતિ સાથે તથા નવા ફિટનેસ આઇકોન સાથે તેમજ લોકોને ફિટનેસ અને સ્વસ્થ જીવનની પ્રેરણા આપવા માટે નવા નવા આઉટલીટ્સ ઓપન કરવા જઈ રહ્યું છે.

આ પત્રકાર પરીષદમાં ધ ગ્રેટ ખલી સાથે મેયર ડો.પ્રદીપ ડવ, વિજય સેંગર, મૌલીક ભટ્ટ, મહેશ શર્મા અને દિનેશ સહાની ઉપસ્થિત રહયા હતા.

સ્થળઃ જીમ લોન્જ પ્લેટીનમ કલ્યાણ પાર્ક, શિવમ પાર્ક સામે, શાસ્ત્રીનગર નજીક, નાના મૌવા મેઈન રોડ, રાજકોટ મો.૯૯૦૯૯ ૨૮૪૫૦ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:22 pm IST)