Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ગુર્જર સુતાર મંડળ દ્વારા રસીકરણ કેમ્પ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના ૭૧માં જન્મદિવસના શુભ અવસરે તથા ગુર્જર સુતાર જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાના પુજન દિવસને અનુલક્ષીને મ્યુ.કોર્પોરેશન આરોગ્ય શાખા અને ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્વારા જ્ઞાતિજનો તથા શહેરીજનો માટે વિનામુલ્યે રસીકરણનો પ્રથમ અને બીજો ડોઝ આપવા માટેનો કેમ્પ યોજવામાં આવેલ. કમીશનર શ્રી અમીત અરોરા, મેયર ડો.પ્રદિપભાઇ ડવ, સ્ટેન્ડીંગ ચેરમેન, પુષ્કરભાઇ પટેલ સાથે સંસ્થાના અધ્યક્ષ અરવિંદભાઇ ગજ્જર તથા માનદમંત્રી રમણીકભાઇ પાટણવાડીયાને સંકલન મુજબ યોજાયેલ આ કેમ્પમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો તથા શહેરીજનો ફ્રી વેકશીનનો લાભ લીધેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુર્જર સુતાર પ્રગતિ મંડળના અધ્યક્ષ અરવિંદભાઇ ગજ્જર (સોંડાગર), ઉપાધ્યક્ષ મથુરભાઇ પાટણવાડીયા તથા ટ્રસ્ટીઓ જગદીશભાઇ સોંડાગર, રસીકભાઇ વાઘસણા, ગોરધનભાઇ ચાંપાનેરા, મહેન્દ્રભાઇ ઝીંઝુવાડીયા, રમેશભાઇ ગંગાજળીયા તથા પ્રમુખશ્રી કિશોરભાઇ બકરાણીયા, ઉપપ્રમુખશ્રી ભરતભાઇ ઉછડીયા, મંત્રી રમણીકભાઇ પાટણવાડીયા, ખજાનચી વિમલભાઇ સોંડાગર તથા કારોબારી સમીતીના સભ્યો પ્રફુલભાઇ કરશાળા, સુરેશભાઇ સોંડાગર, શૈલેષભાઇ માંડવીયા, જીતેન્દ્રભાઇ ધારૈયા, રમેશભાઇ સોનીગરા, કમલેશભાઇ સાપરા, નીતીનભાઇ ચંદવાણીયા, ગોપાલભાઇ ખંભાયતા, તથા સલાહકાર સમીતીના અરવિંદભાઇ ગંગાજળી, કિશોરભાઇ સોંડાગર તથા ભરતભાઇ ખારેચા વિગેરેએ વ્યવસ્થા ગોઠવી હતી. નારાયણનગર આરોગ્ય કેન્દ્રના ભાવિનીબેન, પારસબેન તથા જયદીપભાઇએ વેકસીન આપવાની કામગીરી સંભાળેલ હતી.

(3:19 pm IST)