Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

શહેર એસઓજીની ટીમે અનિલ પરસાણાને પીકઅપવેનમાં ચાર કિલો ગાંજા સાથે પકડ્યો

રાજકોટઃ શહેર એસઓજીની ટીમે કોસ્મોપ્લેકસ સિનેમાથી કટારીયા ચોકડી વચ્ચેના રસ્તા પર આવેલા ન્યુ બજરંગ ઓટો ગેરેજ સામે પીકઅપવાન નં. જીજે૦૩એવી-૯૫૫૫માં રૂ. ૨૫,૫૯૬નો ૪.૨૬૬ ગ્રામ ગાંજો રાખીને નીકળેલા અનિલ જીવાભાઇ પરસાણા (ઉ.વ.૩૬-રહે. કૈલાસધારા સોસાયટી-૧, વિક્રમ મારબલ પાછળ)ને પકડી લીધો હતો. ગાંજો, ફોન, વેન મળી કુલ રૂ. ૭૬૦૯૬નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ શખ્સ પીઅપવેનમાં ગાંજો રાખીને નીકળ્યો હોવાની બાતમી પીઆઇ આર.વાય. રાવલને મળતાં તેને સકંજામાં લીધો હતો. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં આ કામગીરી પીઆઇ આર.વાય. રાવલ, એએસઆઇ ધર્મેન્દ્રસિંહ રાણા, હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, કિશનભાઇ આહિર, ડી. જી. ઝાલા, મોહિતસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, કોન્સ. અજયભાઇ શુકલા, રણછોડભાઇ આલ, હિતેષભાઇ રબારી, નિખીલભાઇ પીરોજીયા સહિતે કરી હતી. અનિલ કયાંથી આ ગાંજો લાવ્યો તે અંગે વિશેષ તપાસ થઇ રહી છે. સરકારી પંચને સાક્ષીમાં રાખવાના આદેશ મુજબનો આ પ્રથમ કેસ થયો છે.

(11:49 am IST)