Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સ્પર્ધાત્મક પરીક્ષામાં સરદાર પટેલ ફાઉન્ડેશનનું ઝળહળતુ પરિણામ : ૩૬ વિદ્યાર્થીઓ ઉતિર્ણ

રાજકોટ, તા. ર૦ : સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન (એસપીસીએફ) સૌરાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી., પોલીસ ઇન્સ્પેકટર તથા વર્ગ-૧,ર ના કોચીંગમાં આગવું સ્થાન મેળવી રહ્યું છે. આ સંસ્થામાં તમામ જ્ઞાતિના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતુ જ્ઞાન મેળવે છે. તેના પરિપાકરૂપે તાજેતરમાં ડે. મામતલદાર અને ચીફ ઓફીસર વર્ગ-૩ પરીક્ષાનું ફાઇનલ રીઝલ્ટ જાહેર થતાં આ સંસ્થામાંથી અનુક્રમે ૩૬ અને ર વિદ્યાર્થી ઉતિર્ણ થયા છે.

સમાજમાં કોઇપણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ રાષ્ટ્ર ભાવના સાથે સુસંસ્કૃત નાગરિક બને તેવી ભાવનાથી સંસ્થાના ચેરમેનશ્રી નરેશભાઇ પટેલ તથા પ્રમુખશ્રી હર્ષદભાઇ માલાણી તથા તમામ હોદેદારો, ટ્રસ્ટીઓ એકી સાથે સતત વિચાર વિમર્શ કરી વધુને વધુ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થાય અને તેના પરિવારને, સમાજને અને રાષ્ટ્રને સારો નાગરિક મળે તેવી ભાવનાથી સતત માનસિક અને શારીરીક હાજરી આપી રહ્યા છે.

સંસ્થાની સફળતાઓ જોઇએ તે જીપીએસસી વર્ગ ૧ અને ર-ર૦૧૯માં સંસ્થાના કુલ ૧૬થી પણ વધારે વિદ્યાર્થીઓ ઉતિર્ણ થઇને સંસ્થાનું નામ રોશન કરેલ છે. જીપીએસસી પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-ર, ર૦૧૮માં સંસ્થાના કુલ ૧૧ વિદ્યાર્થીથી પણ વધારે વિદ્યાર્થી ઉર્તિણ થયેલ એ જ રીતે જીપીએસસી- પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-ર ર૦૧૪માં સંસ્થાના કુલ રપ થી પણ વધારે વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયેલ.

ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ અનય સ્પેશિયલ જીપીએસસી વર્ગ-૧ અને ર પરિક્ષામાં ૩પ થી પણ વધારે વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયેલ. વર્ગ-૩ની અન્ય તમામ પરીક્ષાઓમાં કુલ રર૭ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયેલ. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે નિષ્ણાંત ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ, અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતા બિલ્ડીંગમાં, ૬૦૦૦થી વધારે બુકસ ધરાવતી લાઇબ્રેરી, વાંચનાલય, ડીઝીટલ લાઇબ્રેરી તથા વાતાનુકુલીન વાતાવરણમાં વિદ્યાર્થીઓ નજીવી ફી ભરી તાલીમ મેળવી રહ્રયહ્યા છે. હાલમાં આ સંસ્થામાં ૧પ૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે.

જીપીએસસીમાં ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન (એસપીસીએફ)ના ચેરમેન નરેશભાઇ પટેલ, પ્રમુખ હર્ષદભાઇ માલાણી, માનદમંત્રીશ્રી જી.એલ. રામાણી તથા ટ્રસ્ટીઓ રમેશભાઇ ટીલાળા, હંસરાજભાઇ ગજેરા વગેરે ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવેલ છે. તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા જી.એલ. રામાણી, માનદમંત્રી એસપીસીએફ, જયેન્દ્રભાઇ અકબરી સહમંત્રી એસપીસીએફ અને વિદ્યાર્થીઓ ડો. તેજ બાણુગરીયા, કુલદીપ વેકરીયા, મીત કામલીયા, ભુત સ્નેહલ, મિયાત્રા વિશ્વા, ધવલ સંખાવરા, મેનેજર એસપીસીએફ પ્રશાંત રામોલીયા, મડીયા જીતેન્દ્રભાઇ નારીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:58 pm IST)