Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

નરેન્દ્રભાઈના જન્મદિન નિમિતે કાલે ભાડલા અને રાજકોટમાં રકતદાન કેમ્પ

મોદી સમાજ રાજકોટ દ્વારા આયોજન

રાજકોટ, તા. ૨૦ : મોદી સમાજ રાજકોટ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આવતીકાલ તા.૨૧ને શનિવારના રોજ ભાડલા મુકામે તથા રાજકોટ ખાતે રાજકોટ મોદી સમાજ તરફથી રાખવામાં આવેલ છે. સવારે ૯ થી બપોરે ૧ સુધી રહેશે.

જે સભ્ય ભાડલા પહોંચી ન શકે તેના માટે રાજકોટમાં નાથાણી બ્લડ બેંક (૨૨, જાગનાથ પ્લોટ) ખાતે વ્યવસ્થા રાખેલ છે. દરેક સભ્યોને સમયસર ઉપસ્થિત રહી વધુને વધુ રકતદાન કરવા દેવેન્દ્રભાઈ હજારે મો.૯૮૨૪૮ ૮૩૭૬૨એ અનુરોધ કરેલ છે.

આયોજનને સફળ બનાવવા ભરતભાઈ હજારે, રોહિતભાઈ મોદી, ડો.ધર્મેન્દ્રભાઈ મોદી, ડો.પિયુષભાઈ મોદી, બદ્રીશભાઈ મોદી, દિલીપભાઈ હજારે, મયંક મોદી અને નયનભાઈ હજારે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:55 pm IST)