Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

દરેક વ્યકિતએ ટર્મ ઇન્સ્યુરન્સ લેવો જરૂરી

ICICI પ્રુડે-લાઇફ ઇન્સ્યુરન્સના ચીફ ઓફ સેલ્સ સુમિત મોહન્દ્રા કહે છે.. : ટર્મ પોલીસી ઓછા પ્રીમિયમમાં વધુ કવર આપે : બીમારીઓ સામે પણ કવચ આપો

રાજકોટ, તા. ર૦ : આઇસીસીઆઇસી પ્રુડે-બાઇક ઇસ્યુ.ના નોર્થ અને વેસ્ટના ચીફ ઓફ સેલ્સ સુમિત મોહિન્દ્રાએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દરેક વ્યકિતએ ટર્મ ઇન્સ્યુરન્સ લેવો જોઇએ.

ભારતમાં જીવનવીમો ટેકસ બચાવવાના સાધન તરીકે ખરીદવામાં આવતો હતો આ પ્રવાહ બદલાયો છે અને લોકો આજે જીવનવીમો જીવનનાં જોખમમાં રાહત મેળવવા અને તેમના પરિવારોને આર્થિક સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી ખરીદે છે.

ટર્મ ઇન્સ્યોરન્સ ઓછા પ્રિમિયમમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં કવર આપે છે. દા.ત. ૩૦ વર્ષની વ્યકિત ૩૦ વર્ષની પોલિસીમાં વર્ષે રૂ. ૧૦૦૦૦/- થી ૧ર૦૦૦/- નાં પ્રિમિયમમાં રૂ. ૧ કરોડનું લાઇફ કવર પ્રાપ્ત કરી શકે છે. આમ ટર્મ ઇન્સ્યોરન્સ મોટાભાગના લોકો માટે કિફાયત રહે છે. ગ્રાહકો માટે સિંગલ, લિમિટેડ કે રેગ્યુલર પ્રિમિયમ ચૂકવવાના વિકલ્પોમાંથી પસંદગી કરવાની તક રહે છે આમ, તેઓ તેમના ખિસ્સાને પરવડે એવો વિકલ્પ પસંદ કરી શકે છે.

લાખો લોકો આર્થિક રીતે સમજદાર છે અને તેઓ જીવન વીમાનું મહત્વ સમજે છે એ સલાહભર્યું છે કે ટર્મ ઇન્સ્યોરન્સ લોકો કામ કરવાનું શરૂ કરે ત્યારથી જ ખરીદી લે વય વધવાની સાથે પ્રિમિયમ વધે છે. આથી વ્યકિતઓ જયારે ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન વહેલા ખરીદે છે એ એટલા માટે સારૃં છે કે પ્રિમિયમની રકમ પોલિસીની ટર્મ દરમિયાન સમાન જ રહે છે.

જીવનવીમા કંપનીઓએ ઇનોવેટિવ ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન વિકસિત કર્યા છે જે ગંભીર બીમારી સામે પણ કવચ આપે છે. અસરકારક રીતે આરોગ્ય ને જીવન વીમાના બેવડા લાભો એક જ પ્રોડકટમાં સામેલ હોય છે. આપણે આઇસીઆઇસીઆઇ આઇપ્રોટેકટ સ્માર્ટનું ઉદાહરણ લઇએ, આ પ્રોડકટમાં કેન્સર (ઓવેરિયન, સર્વાઇકલ અને બ્રેસ્ટ સહિત), કિડની ફેઇલ્યોર, અલ્ઝાઇમર્સ, પાર્કિન્સન્સ વગેરે ગંભીર બીમારીઓ સામે કવચ આપે છે. કેટલીક ગંભીર બીમારીઓ માટે આ પ્રોડકટ નિદાન વખતે પોલિસીધારકને લમ્પસમ પેમેન્ટ આપે છે. દાવાની પ્રક્રિયા બાદ બેન્ક એકાઉન્ટમાં રકમ જમા થતી હોવાથી પોલિસીધારક ફંડની ચિંતા કર્યા વિના મેડિકલ સારવાર મેળવવા અંગે ધ્યાન આપી શકે છે. બિલ્ટ ઇન ક્રિટિકલ ઇલનેસ બેનિફિટ સાથે ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન સુનિશ્ચિત કરે છે કે પરિવાર માટે રાખેલી બચત યથાવત રહી શકે છે. મહત્વનું એ છે કે લાઇફ કવર ગંભીર બીમારીના દાવાની રકમ ચૂકવાયા પછી પણ ચાલુ રહે છે.

ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન્સ એવો પાયો છે કે જેના પર લોકો તેમના લાંબા ગાળાના આર્થિક બચતના પ્લાન બનાવી શકે છે. આ પ્લાન્સ કમાતી વ્યકિતના અકાળે મૃત્યુના કિસ્સામાં પરિવાર માટે ઇનકમ રિપ્લેસમેન્ટ ટૂલ બની રહે છે. દાવાની પ્રક્રિયા થયે પરિવાર તેમનું જીવન અગાઉની જેમ પસાર કરી શકે છે. તે પરિવારની આર્થિક બચતની યોજના પણ ચાલુ રાખે છે.

આજે મોટાભાગના લોકો પોતાનું સપનાનું ઘર ખરીદવા માટે હાઉસિંગ લોન લે છે. કમનસીબે એવી ઘટના બને કે કમાતી વ્યકિતનું નિધન થાય તો શું થાય ? આ સ્થિતિમાં પરિવાર પર ઘર ગુમાવવાનું જોખમ આવે છે. આ સમયે ટર્મ ઇન્સ્યરોન્સ પ્લાન મદદે આવે છે. દાવાની પતાવટ થયે પરિવાર બાકી રહેલી હાઉસિંગ લોન ચૂકવી શકે છે અને મોર્ગેજ ફ્રી ઘર ધરાવી શકે છે તેનું સૌથી મહત્વનું પાસું એ છે કે વ્યકિતએ પૂરતા પ્રમાણમાં લાઇફ કવર ખરીદવું જોઇએ.

દરેક કમાનાર વ્યકિતએ હ્યુમન લાઇફ વેલ્યુ (એચએલવી) કન્સેપ્ટને અનુસરવું જોઇએ કે જે કહે છે કે કમાતી વ્યકિત કે જે ૪૦ વર્ષની વય આસપાસ હોય તેણે તેની વાર્ષિક આવકના ૧પ-ર૦ ગણી રકમનું લાઇફ કવર મેળવવું જોઇએ.

લોકોની જરૂરીયાતના સમયે જ દાવાની પતાવટ થઇ જવાના મહત્વને સમજીને આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ દ્વારા ડેથ કલેઇમ્સના સેટલમેન્ટની શરૂઆત કરી છે જેમાં ઇન્વેસ્ટીગેશનની જરૂર નથી અને તમામ જરૂરી દસ્તાવેજો મળ્યાના એક દિવસમાં સેટલમેન્ટ થઇ શકે છે. ટર્મ ઇન્યસ્યોરન્સ ખરીદતી વખતે લોકોએ કંપનીના કલેઇમ સેટલમેન્ટ રેશિયો, દાવાની પતાવટમાં લાગતો સરેરાશ સમય, ઓન બોર્ડીંગ પ્રોસેસ વગેરેનું મૂલ્યાંકન કરવું જોઇએ અને માત્ર કિંમતના આધારે નિર્ણય ન લેવો જોઇએ.

(3:54 pm IST)