Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન રાજકોટ વિરૂધ્ધ દાખલ થયેલ સિવિલ અપીલ રદ

રાજકોટ, તા., ૨૦: ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન રાજકોટ સામે દાખલ થયેલ સીવીલ અપીલ રદ કરતી કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન રાજકોટ ડીવીઝનમાં એ ઓટુ  તરીકે ફરજ બજાવતા એસ.એચ.જાની દ્વારા સીવીલ કોર્ટ રાજકોટ સમક્ષ તેમની સામે કરવામાં આવેલ ખાતાકીય તપાસ અને ત્યાર બાદ છુટા કરવાના પગલાને રેગ્યુલર સીવીલ સુટ દાખલ કરી પડકારેલ અને તે સાથે મનાઇ હુકમની અરજી દાખલ કરી તેમણે કરેલ અપીલ સાંભળવી અને તે સાથે મળવાપાત્ર તમામ હક્ક હિસ્સા સામવાળા ચુકવી આપે તેવા મતલબનો મનાઇ હુકમ આપવા અરજી દાખલ કરેલ હતી. જે આંક પની મનાઇ અરજી રદ થતા અરજદાર દ્વારા મનાઇ અરજીના હુકમને ડીસ્ટ્રીકટ કોર્ટ સમક્ષ સીવીલ અપીલ મારફતે પડકારેલ હતો.

હાલની અરજી સામે પ્રતિવાદી આઇઓસી રાજકોટ તેજ માર્કેટીંગ ઓફીસ મુંબઇ તેમના વકીલ એ.એસ.ગોગીયા મારફત વિગતવાર જવાબ આપેલ અને સ્પષ્ટ તકરાર લીધેલ કે સીવીલ કોર્ટ દ્વારા આંક પની અરજી રદ કરતો હુકમ કરેલ તે યોગ્ય અને કાયદેસર છે તેમજ અપીલ સામે લેખીત વાધા જવાબ રજુ કરી અપીલ કાયદેસર રીતે ચાલવા પાત્ર ન હોય વિનંતી કરેલ.

અપીલમાં પડેલ પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ રાજકોટ દ્વારા સ્પષ્ટ તારણો આપેલ કે અરજદાર પ્રાઇમાફેસી કેસ પુરવાર કરવામાં નિષ્ફળ રહેલ છે. તેમજ હાલની અદાલતે ટ્રાયલ કોર્ટના હુકમમાં કોઇ ભુલ કે ક્ષતી રહેલ નથી તે એપેલેટ કોર્ટ તરીકે જોવાની છે જયારે આંક પનો હુકમ જોતા (ટ્રાયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમ યોગ્ય અને કાયદેસર હોય તેથી અપીલ રદ કરતો હુકમ કરેલ હતો.

 આ કામમાં આઇઓસી રાજકોટ તેમજ માર્કેટીંગ ડીવીઝન મુંબઇ તરફે એસ.બી.ગોગીયા  એડવોકેટ શ્રી અનિલ એસ.ગોગીયા તથા પ્રકાશ એસ.ગોગીયા તેમજ સીધુબેન ગોગીયા રોકાયેલ હતા.

(3:52 pm IST)