Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા તેજસ્વી બાળકોનું સન્માન

રાજકોટઃ સરદાર પટેલ કર્મચારી મંડળ રાજકોટ દ્વારા ર૬ મો સરસ્વતી સન્માન સમારોહ હેમુ ગઢવી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. લેઉવા પટેલ જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવા યોજેલ કાર્યક્રમની શરૂઆત સ્વ. વિઠલભાઇ રાદડીયાને શ્રધ્ધાંજલી આપવા કરાઇ હતી. સરસ્વતી વંદના બાદ શાબ્દીક સ્વાગત મંડળના માનદમંત્રી દીનેશભાઇ સાવલીયાએ કરેલ હતું. સમારંભનું દિપ પ્રાગટય ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન અને જ્ઞાતિરત્ન નરેશભાઇ પટેલે કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. આ પ્રસંગે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને વકતા કુલપતીશ્રી સૌરાષ્ટ્ર યુનિર્વસીટી ડો. નીતીનભાઇ પેથાણીએ તેમના પ્રવચનમાં દરેક બાળકોને અને તેમના વાલીઓને શિક્ષણ અને કેળવણી તેમજ આજના સમયમાં તેની ઉપયોગીતા વિશે વકતવ્ય આપેલું. મંડળના પ્રમુખ અમૃતભાઇ ગઢીયાએ મંડળ દ્વારા વર્ષ દરમ્યાન કરવામાં આવતી સામાજીક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિ તથા ભાવિ આયોજનનો અહેવાલ આપ્યો હતો. સમારંભને ગોલ્ડ મેડલ તેમજ અલ્પાહાર આપતાં આજીવન દાતાઓ સર્વ શ્રી વાલજીભાઇ પરસાણા, નરોતમભાઇ પરસાણા તથા તુષારભાઇ લુણાગરીયા, મનસુખભાઇ કમાણી વિગેરેએ હાજર રહી મંડળને પ્રોત્સાહન પુરૃં પાડેલ હતું. આ પ્રસંગે બિનઅનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા, શાપર વેરાવળ ઇન્ડ. એશો. ચેરમેનશ્રી રમેશભાઇ ટીલાળા, શાપર વેરાવળ ઇન્ડ. એશો. પ્રમુખ કિશોરભાઇ ટીલાળા, ચેમ્બર ઓફ કોમર્સના માનદમંત્રી નૈતમભાઇ બારસીયા, ચિમનભાઇ હપાણી, નાથાભાઇ કમાણી, નાનજીભાઇ મુંગરા, શ્રી હસુભાઇ તંતી, જયભાઇ તથા વિજયભાઇ માવાણી, રંજનબેન વજુભાઇ માવાણી, તેમજ શાપર વેરાવળ, પડવલા, લોઠડા, મેટોડા, આજી વસાહત, સમ્રાટ ઇન્ડ. એરીયા વિગેરેના અગ્રણી ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસિથત રહ્યાં હતાં. જેઓએ નવી ઓફીસ ખરીદવા માટેના ફંડ માટે આર્થીક સહયોગ આપેલ છે તે સર્વે ઉપસ્થિત દાવાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રો. હરેશભાઇ કાવાણીએ કરેલ હતું. તેમજ અરૂણાબેન ડાવરા, ભાવનાબેન રૂપાપરાએ સંકલન કરેલ હતું. સમગ્ર કાર્યક્રમ મંડળના હોદેદારો અને કારોબારી સભ્યો સર્વશ્રી પ્રમુખ અમૃતભાઇ ગઢીયા, મંત્રી દીનેશભાઇ સાવલીયા, વાઘજીભાઇ સગપરીયા, જયેશભાઇ દુધાત્રા, પ્રવિણભાઇ ફળદુ, પરેશભાઇ પટોળીયા, રમણીકભાઇ વાડોદરીયા, બાબુભાઇ મેનપરા, રાણાભાઇ માદરીયા, કુમનભાઇ વરસાણી, ભગવાનજીભાઇ પાંભર, ધીરજલાલ ટાંક, વલ્લભભાઇ રામાણી, ભગવાનજીભાઇ પાંભર, રણછોડભાઇ સોજીત્રા, બિપીનભાઇ નારીયા, આર. બી. સાવલીયા, હિરેનભાઇ લીબાસીયા, વિપુલભાઇ મોલીયા, ભાવેશભાઇ ભુવા, ઉમેશભાઇ ભેસાણીયા, નિકુંજભાઇ ગજેરા, દિવ્યેશભાઇ ચોવટીયા તથા મહિલા પ્રતિનિધિ વનિતાબેન ગઢીયા, ભાવનાબેન રૂપાપરા, અરૂણાબેન ડાવરાએ મહેનત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં રાષ્ટ્રગીત અને દેશભકિતના નારાઓ સાથે કાર્યક્રમ પુર્ણ થયેલ હતો.

(3:50 pm IST)