Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

રાજકોટ કોર્પોરેશનના કલાઇમેટ રિજીલીયન્ટ સીટી પ્રોજેકટની કેન્દ્ર સરકારે નોંધ લઇ પ્રશંસા કરી

રાજકોટઃ  ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી એન્ડ કલાઈમેટ (ગુજરાત) અંતર્ગત ૮ મહાનગરપાલિકાઓએ ઇન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશન યુરોપિયન યુનિયન ઇન્ડિયા અને ગુજરાત સરકારના કલાઈમેટ ચેન્જ વિભાગ સાથે ડેપ્યુટી ચીફ મીનીસ્ટર  નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમ.ઓ.યુ કરવામાં આવેલ. જેના અનુસંધાને બે દિવસ દિલ્હી ખાતે ફોરમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મેયર બિનાબેન આચાર્યએ ભાગ લીધો હતો. આ ફોરમમાં મેયર  બિનાબેન આચાર્યએ, રાજકોટ શહેરે કલાઈમેટ ચેન્જ અને એનર્જીની દિશામાં લીધેલ વિવિધ કામગીરી અંગે રાજકોટ શહેરને મળેલ વિવિધ નેશનલ તથા ઇન્ટરનેશનલ સિધ્ધિઓ વિશે ચર્ચા કરેલ. વિશેષમાં  શહેરના કલાઈમેટ રેજીલીયન્ટ શહેર બનવાની દિશામાં આગળ વધવાના સતત પ્રયત્નોને કારણે રાજકોટ શહેરને વિવિધ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન જેમકે, ઇકલી સાઉથ એશિયા  સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન વિગેરે દ્વારા ટેકનીકલ અને ફાઇનાન્સીયલ સપોર્ટ મળી રહેલ છે. અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૮માં યોજાયેલ વર્કશોપમાં કલાઈમેટ અને એનર્જી સેવિંગ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવેલ. જેમાં પણ રાજકોટ શહેરએ ઇન્ડિયાના મોડેલ સિટી તરીકે પ્રતિનિધિત્વ કરેલ. આ ફોરમમાં મેયર બિનાબેન આચાર્યએ રાજકોટ શહેરની કલાઈમેટ રેજીલીયન્ટ શહેર બનવાની દિશામાં આગળ વધવા કરેલ પ્રયત્નો અંગે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ દ્વારા નોંધ લેવામાં આવી હોવાનું મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:41 pm IST)