Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

રૂ.ત્રણ લાખ ૧૪ હજારનો ચેકરિટર્ન થતા સત્યમ એન્જીનીયરીંગના માલીક સામે ફરિયાદ

રાજકોટ તા.૨૦: રાજકોટમા ઢેબર રોડ, જકાતનાકા પાસે આવેલ સત્યમ એન્જીનીયરીંગના માલીક અલ્પેશ નાનજીભાઇ ગોંઢા વિરૂધ્ધ મવડી પ્લોટ, રાજકોટના માટેલ ઇન્ડસ્ટ્રીઝના નામે ધંધો કરતી ભાગીદારી પેઢીના ભાગીદાર નૈમિષ તળશીભાઇ ચોવટીયાએ રાજકોટની અદાલતમા આરોપીઓએ ખરીદ કરેલ માલ પેટે આપેલ રકમ રૂ.૩,૧૪,૯૫૭નો ચેક રીટર્ન થતા ફરીયાદ દાખલ કરતા રાજકોટના એડી.ચીફ જયુડી. મેજી.સત્યમ એન્જીનીયરીંગના માલીક અલ્પેશ ગોંઢા વિરૂધ્ધ અદાલતમા હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટ શહેરમા મવડી પ્લોટમા માટેલ ઇન્ડસ્ટ્રીઝના નામે ઘરઘંટીના સ્પેરપોર્ટના ટ્રેડીંગનો ધંધો કરતી પેઢીના ભાગીદાર નૈમિષ તળશીભાઇ ચોવટીયાએ રાજકોટ મુકામે સત્યમ એન્જનીયરીંગના માલીક અલ્પેશ નાનજીભાઇ ગોંઢા વિરૂધ્ધ એ મતલબની ફરીયાદ રાજકોટની અદાલતમા દાખલ કરેલ કે આરોપીઓ દ્વારા ફરીયાદી પેઢી પાસેથી ઘરઘંટીના સ્પેરપાર્ટ ખરીદ કરેલ અને આ સમય દરમ્યાન ફરીયાદીનો વિશ્વાસ સંપાદીત કરી બાદમા ખરીદ કરેલ માલ પેટેનું આરોપી પેઢી પાસે ફરીયાદી પેઢીનું રકમ રૂ.૩,૧૪,૯૫૭નું બીલ મુજબનું કાયદેસરનું લેણુ હોય જે લેણુ અદા કરવાની કાનુની ફરજ અને નૈતીક જવાબદારી સ્વીકારી આરોપી પેઢીએ ફરીયાદ પેઢી જોગ કાયદેસરની લેણી રકમ અદા કરવા ચેક ઇસ્યુ કરી આપી, સહી કરી  આપેલ ચેક રીટર્ન થશે નહિ અને ચેક માંહેનુ ફરીયાદીનું લેણુ વસુલાય જશે તેવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપી તેના આધારે રજુ કરેલ ચેક રીટર્ન થતા અને તેની જાણ આરોપીને કરવા છતા યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદનું લેણુ ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીને ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂધ્ધ ચેક રીટર્ન સંબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી હતી.

આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપી સત્યમ એન્જીનીયરીંગના માલીક અલ્પેશ ગોંઢા નાઓને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી નૈમિષ ચોવયીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ,ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:40 pm IST)