Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

રેલ કર્મચારીઓનું સંગઠન એ જ શકિત : દાદા માહુરકરજી

ઉજ્જૈન ખાતે એનએફઆઈઆરનું મળી ગયેલ દ્વિવાર્ષિક અધિવેશન : એનએફઆઈઆરની વર્કીંગ કમીટીના સભ્ય તરીકે વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના હિરેન મહેતાની ફરી વરણી : અભિનંદનવર્ષા

રાજકોટ : હિરેન મહેતા (ડિવીઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ)ની નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલ્વે મેન્સ દ્વારા આયોજીત રેલ કર્મચારીઓનું દ્વિવાર્ષિક અધિવેશન ઉજ્જૈન ખાતે આયોજીત કરવામાં આવેલ હતું.

જેમાં વર્કીંગ કમીટી મેમ્બરની મીટીંગથી શરૂ કરી ઓપન સેશન રેલ કર્મચારીઓની વિશાળ રેલી પ્રદર્શન જાહેર સભાના આયોજનમાં રેલ કર્મચારીઓની વિવિધ સમસ્યાઓ, માંગ ખાસ કરીને એનપીએસ બંધ કરી જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા કાર્યના કલાકારો આઠ કલાક માટે કાર્યસ્થળ અને કાર્ય માટેના સાધનોની સમસ્યાઓ જુદા જુદા કેડરમાં કાર્ય કરતા રેલકર્મચારીઓના પ્રમોશન, ફીકસેશન, પગાર ધોરણ, ખાલી જગ્યાઓને ભરાતા વધતુ જતુ કાર્ય ભારણ, બોનસ, જે માંગોને સ્વીકારી છે, પરંતુ હજુ સુધી લાંબા સમયથી લાગુ નથી કરી તેનો વિરોધ કરી જલ્દીથી જલ્દી લાગુ કરાવવા માટેના, ખાનગીકરણ બંધ કરાવાવ પગલાઓ, રેલ્વેની જમીન સરકાર દ્વારા વેચવામાં આવે છે. તેનો વિરોધ રનીંગ સ્ટાફ, ટ્રાફીક સ્ટાફ, લોકો સ્ટાર્ફ, મેડીકલ સ્ટાફ, એન્જીનિયરીંગ વિભાગના કર્મચારીઓ, એપરેટીંગ અને એકાઉન્ટ વિભાગના કર્મચારીઓની વિવિધ સમસ્યાઓ માટે એનએફઆઈઆરના જનરલ સેક્રેટરી ડો.એમ. રાઘવૈયાએ કર્મચારીઓને સાંભળ્યા અને તેઓ માટે એનએફઆઈઆર સંગઠન દ્વારા કરવામાં આવતી લડાઈ, એનએફઆઈઆરની સફળતાઓ આવનારા સમયમાં શ્રમવિરોધી નીતિઓ અને બદલાતો જતો સીનારીઓની ચેલેન્જનો અહેવાલ આપી જાણકારી આપતા તેઓએ આહવાન આપેલ કે જો રેલકર્મચારીઓ સંગઠિત નહિં બને તો આવનારો સમય આપણા માટે કપરો અને આપણા હિત વિરોધી રહેશે.

આપ રેલ કર્મચારીઓનો એનએફઆઈઆર પરનો વિશ્વાસ કયારેય નહિં તૂટે. સૌની એકતા એ જ આપણી મજબૂતી છે અને રેલ માટે નિષ્ઠાથી કાર્ય કરીશુ પણ આપણા હક્ક માટે એટલા જ જોશ અને ઝુનુનથી સંગઠિત બનીને અવાજ ઉઠાવીશુ. તેમ યાદીમાં જણાવાયુ છે.

આ તકે વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘા જનરલ સેક્રેટરી અને એનએફઆઈઆરના વાઈસ પ્રેસીડેન્ટ દાદામાહુરકરજીએ જણાવેલ કે ઉજ્જૈન મહાકાલની સંસ્કૃત નગરીમાં સમગ્ર ભારતના કન્યાકુમારીથી કટક સુધી તથા ઓખાથી આસામ સુધીના આવેલા રેલ કર્મચારીઓનું સ્વાગત કરેલ અને સંગઠન એ જ શકિત છે. રેલ્વે એક એવુ ક્ષેત્ર છે જેના કર્મચારીઓ દિવસ રાત પોતાના જીવન પરીવાર, સમાજ, સ્વાસ્થ્ય અને અન્ય સમસ્યાઓની પરવાહ કર્યા વગર અવિરત પોતાની કાર્ય ફરજ બજાવે છે.

ત્યારે મારા આ આત્મીય રેલકર્મીઓ માટે સતત કાર્ય કરતા એનએફઆઈઆર પર ડબલ્યુઆરએમએસ સંગઠન પર વિશ્વાસ અને વફાદારી બરકરાર રાખશો. આપણા હક્ક માટે આપણે કયારેય પાછા નહિં પડીએ અને જરૂર પડશે ત્યારે આપણા નેતૃત્વ દ્વારા જયારે જયારે આહવાન અપાશે ત્યારે ત્યારે કર્મચારીઓના શોષણ વિરૂદ્ધ આપણે અવાજ ઉઠાવીશુ, ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન, રેલી હડતાલ કે રેલ રોકો સુધીના આંદોલન કરીશુ ત્યારે આપ સર્વ સંગઠનની સાથે રહી આપનું યોગદાન આપતા રહેજો. કેમકે રેલ્વેના ઈતિહાસની સાથે જ રેલ કર્મચારીઓના હક્કની લડાઈનો ઈતિહાસ અને તેની સફળતાઓ આપણી એકતાથી જ ભવ્ય બની છે.

આ કાર્યક્રમને આગળ વધારતા યુવા સંમેલન તથા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવેલ. મહિલા સંમેલનમાં કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષાઓ અને વિવિધ સુવિધાઓની ચર્ચા જુદા જુદા ઝોનમાંથી આવેલ મહિલાઓ દ્વારા કરવામાં આવેલ તથા અધ્યક્ષપદે શ્રીમતી રાઘવૈયાએ મહિલા સશકિતકરણ અને મજબૂત સંગઠન  મહિલાઓનું યોગદાન જરૂરી વિષય પર વકતવ્ય આપેલ.

ડો. એમ. રાઘવૈયાએ મહિલા કર્મચારીઓને વધુમાં વધુ સુવિધાઓ મળે અને સંગઠનમાં સ્થાન મળે એ માટે કાર્ય કરશે એવુ આશ્વાસન આપેલ.

અંતિમ ચરણમાં સંગઠનના વિવિધ હોદ્દાઓ માટેની ચૂંટણી કરવામાં આવેલ જેમાં ડો.રાઘવૈયા જનરલ સેક્રેટરી ગુમાનસિંગજી પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાયેલા હતા તથા દાદા માહુરકરજી વાઈસ પ્રેસીડેન્ટ એનએફઆઈઆર તરીકે અને રાજકોટ ડિવીઝનના સેક્રેટરી હિરેન મહેતા ડબલ્યુસીએમ - એનએફઆઈઆર તરીકે ચૂંટાતા કર્મચારીઓએ અભિનંદન આપેલ અને આનંદ વ્યકત કરેલ હતો.

સમગ્ર ભારતમાંથી વિશાળ સંખ્યામાં રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ ત્યારે રાજકોટ ડિવીઝનમાંથી ૩૦૦થી વધુ રેલકર્મચારીઓ હિરેન મહેતા ની આગેવાની હેઠળ આ સંમેલનમાં ભાગ લેવા ગયેલા અને અવની ઓઝા તથા અન્ય મહિલા કર્મચારીઓ પૂરા વેસ્ટર્ન ઝોનમાંથી ઉપસ્થિત રહેલ હતા.

સંમેલનના અંતિમ ચરણમાં હિરેન મહેતાએ રાજકોટ ડિવીઝનના ઉપસ્થિત રહેલ અને રેલ સેવાઓ આપી સહયોગ કરેલ. દરેક રેલ કર્મચારીઓનો સહાયતાપૂર્વક આભાર વ્યકત કરેલ.

રાજકોટ રેલ્વેના નેતા હિરેન મહેતાની વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના સહાયક જનરલ સેક્રેટરી અને નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલ્વેમેનના વર્કીંગ કમીટીના સભ્ય પદે નિમણુંક થતા તેઓને મો. ૯૪૨૬૧ ૬૫૨૮૩ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:40 pm IST)