Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

આર.ટી.ઓ. પર લાઇનો લાગતા સરકાર જાગીઃ નાયબ કલેકટર-મામલતદારોને દોડાવવા આદેશ

રાજકોટ તા. ર૦ :.. સરકારના નવા ટ્રાફીક નિયમો અંગેના જાહેરનામા બાદ લાયસન્સ રીન્યુ કરાવવા સહિતની કામગીરી માટે લગભગ જિલ્લાઓની રોડ ટ્રાન્સપોર્ટ ઓફીસ ખાતે અરજદારોની લાઇનો લાગતા આખરે સરકાર જાગી છે. જે તે કચેરીની વ્યવસ્થા પર દેખરેખ રાખવા કલેકટરોને સુચના આપી છે.

વાહન વ્યવહાર કમિશનરે કલેકટરોને આજે જણાવ્યું છે કે સરકાર દ્વારા મોટર વાહન અધિનીયમન ર૦૧૯ અમલ કરવામાં આવેલ છે. જે અન્વયે આરટીઓ કચેરી પર અરજદારોની સંખ્યાનો વધારો થયેલ છે. મુખ્ય સચિવશ્રીની સુચના અનુસાર અરજદારોની આરટીઓ કચેરી ખાતે મુશ્કેલી ઉપસ્થિત થાય નહીં તે માટે કલેકટરના નિયંત્રણ હેઠળના પ્રાંત અધિકારી અને મામલતદારને આર. ટી. ઓ. કચેરીની મુલાકાત કરાવી આર. ટી. ઓ. તંત્રના પરામર્શમાં આર. ટી. ઓ. સંબંધિત સેવાઓ ઉપલબ્ધ કરાવવા જણાવવામાં આવે છે.

(3:39 pm IST)