Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

MSME ઉદ્યોગમાં સોલારમાં પ૦% વિજળી ઉત્પાદનની લીમીટ કાઢી નાખીઃ પણ ઇલે. ડયુટી-વીલીંગ ચાર્જ ઘુસાડી દિધો!!

વાહ સરકાર વાહ...ઉદ્યોગોને ખરેખરા 'મામા' બનાવ્યાઃ કારખાનેદારોમાં મચી ગયેલો દેકારો... : આવી જ રીતે ડે.સીએમ દ્વારા ઉદ્યોગોને ૧૦ પૈસા ઇલે. ડયુટીમાં રાહત એ પણ પ્રજા કે કારખાનેદારોને કોઇ ફાયદો નથી : ઉદ્યોગોને ૧૦ પૈસા રાહત એ માત્ર મોટા ઉદ્યોગ ગૃહો કે જેઓ વિજળી ઉત્પન્ન કરે છે તેને જ લાભઃ લોકોને સરકારે ત્યારે પણ મૂર્ખ બનાવ્યા'તા...

રાજકોટ તા. ર૦ :.. બે દિ' પહેલા રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એમએસએમઇ યુનિટ-ઉદ્યોગકારો કારખાનેદારો માટે કે જેઓ સોલાર દ્વારા વીજ કનેકશન ચલાવે છે, વિજળી ઉત્પાદન કરે છે, તેમને રાહત આપતી જાહેરાત કરી અને પ૦ ટકાની વિજળી ઉત્પાદનની લીમીટ હતી તે કાઢી નાખી... ઉદ્યોગકારોને માટે રાહત-સરકાર પોણા બે રૂ. લેખે સરપલ્સ વિજળી ખરીદશે તેવી જાહેરાત કરી.

પરંતુ ખરેખર તો સરકારે સોલારથી વિજળીથી ઉત્પાદન કરતા ઉદ્યોગકારોને કેવા મામા બનાવ્યા છે, તેની વિગતો હવે બહાર આવતા આવા હજારો કારખાનેદારોમાં મોટો દેકારો મચી ગયો છે.

વીજ ક્ષેત્રે સંકળાયેલા ટોચના સુત્રોએ ઉમેર્યું હતું કે, ભલે સોલાર દ્વારા વિજળી ઉત્પાદનમાં પ૦ ટકા લીમીટ કાઢી નાખી, પરંતુ તે સામે આવા દરેક કારખાનેદારો ઉપર ૧ યુનિટે ૧ રૂ. ઇલેકટ્રીક ડયુટી નાખી દીધી... તો વીલીંગ ચાર્જ પણ નાખી દિધો... આ બંને બાબત અત્યાર સુધી હતા જ નહી, ઇલે. ડયુટી સંપૂર્ણ માફ હતી તો વીલીંગ ચાર્જ લેવાતો નહી... વીલીંગ ચાર્જ એટલે ૧૦ ટકા યુનિટ લોસીસ ખરેખર તો ઉદ્યોગકારોને સરકારની આ લોભામણી જાહેરાતથી યુનિટ દીઠ રૂ. ૩ જેવો ખર્ચ વધારી દેવાયો છે, અને તેના કારણે સરકાર સામે આવા સેંકડો - કારખાનેદારોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે.

આવી જ એક લોભામણી જાહેરાત થોડા સમય પહેલા ડેપ્યુટી સીએમ નીતિનભાઇ પટેલે કરી હતી, ઉદ્યોગોની રજૂઆત બાદ ઇલે. ડયુટીમાં ૧૦ પૈસા ઘટાડવાની જાહેરાત કરી હતી, પરંતુ ખરેખર તો આ લાભ મોટા ગૃહ ઉદ્યોગો કે જેઓ વિજળીનું ઉત્પાદન કરે છે, એને થયો છે, સામાન્ય પ્રજા કે કારખાનેદારને આ ૧૦ પૈસા ઘટાડાનો કોઇ લાભ થયો નથી... સરકારે વીજ ક્ષેત્રમાં લોકો - કારખાનેદારોને બીજી વખત ઉલ્લુ બનાવ્યા તે હકિકત છે, ભારે રોષ પણ છવાયો છે.

(3:39 pm IST)