Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

રવિવારે ડોટર ડે : વ્હાલી દીકરીઓ પર હેત વર્ષાવવાનો અવસર

રાજકોટ : આગામી તા. ૨૨ ના રવિવારે 'ડોટર ડે' ની વિશ્વભરમાં ઉજવણી કરાશે. માતા પિતા અને દાદા દાદીની વહાલના દરીયા સમાન લાડલી દીકરીઓ પ્રત્યે વહાલ વરસાવવાના આ અવસરની ઉજવણી ધ્યાને લઇ ગીફટ કાર્ડની બજારોમાં અનેરી રોનક છવાઇ છે. પ્યારી પરીઓને શુભેચ્છા આપવા બજારોમાં અવનવા કાર્ડસ અને ભેટ વસ્તુઓ માટે અવનવી આઇટેમો આવી ચુકી છે. જોહર કાર્ડસવાળા જોહરભાઇ અને હસનેનભાઇએ જણાવેલ કે આ વર્ષે થોડી નવીનતા જોવા મળી રહી છે. ખરીદીની વાત કરીએ તો પેન સ્ટેન્ડથી લઇને ફંકી મગ, વોચ, બાર્બી સેટ, કીચેઇન જેવી વસ્તુઓનો ઉપાડ સારો છે. અન્ય વેરાયટીઓમાં ટ્રોફી, વુડન ફ્રેમ, ફોટો ફ્રેમ, પર્સ, મીરર ફ્રેમ, પેન, સ્ટડી લેમ્પ, સોફટ ટોયઝ જોવા મળે છે. પર્સનલાઇઝ ગીફટમાં પીલ્લો, ટી-શર્ટ, મગ, ક્રીસ્ટલ, ફ્રેમ, પેન જેવી વસ્તુઓ ઉપલબ્ધ બની છે. કાર્ડમાં પણ વિવિધ અસરકાર લખાણોવાળા કાર્ડ આવ્યા છે. જોહર કાર્ડસ દ્વારા ડો. યાજ્ઞીક રોડ ખાતે ઉપરાંત કાલાવડ રોડ પ્રેમ મંદિર પાસેના શોરૂમ પર પણ ડોટર ડે નિમિતે અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જે તસ્વીરમાં જોઇ શકાય છે.

(3:37 pm IST)