Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

આવતા શુક્રવારે વેલકમ નવરાત્રી મહોત્સવ

શિવાય ગ્રુપ અને રાજદીપ ક્રેડીટ કો.ઓ.સોસાયટી દ્વારા આયોજન : રાજહંસ પાર્ટી પ્લોટ ખાતે મુંબઈનું બાંબુબીટસ ઓરકેસ્ટ્રાના સથવારે ખેલૈયાઓ ઝુમશેઃ ખેલૈયાઓ માટે ખાસ સુરક્ષાઃ પાસ વિતરણ ચાલુ

રાજકોટ,તા.૨૦: દર વર્ષેની માફક આ વર્ષે પણ રંગીલા રાજકોટની જનતાને નવરાત્રી મહોત્સવનો વેલકમ કરવા માટે શિવાય ગ્રુપ તેમજ રાજદિપ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી દ્વારા વેલકમ નવરાત્રી- ૨૦૧૯નું તા.૨૭ શુક્રવાર, સાંજે૭ કલાકે, રાજહંસ પાર્ટી પ્લોટ (બાન્બુ બીટસ ગ્રાઉન્ડ), ગાંધી સ્કુલ પાછળ, કાલાવડ રોડ અને વૃંદાવન સોસાયટી રોડ, નાના મૌવા પાસે, પ્રદ્યુમન હાઈટસ પાછળ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મુંબઈના સુપ્રસિધ્ધ બાંબુ બીટસ ઓરકેસ્ટ્રાના બે લાખ વોલ્ટની સાઉન્ડ સીસ્ટમ સાથે લાઈવ ઓરકેસ્ટ્રાના સથવારે રાજકોટના યુવા ખેલૈયાઓ ઝુમશે. પારીવારીક માહોલ અને સુરક્ષાના હેતુને ધ્યાને લઈ બાઉન્સ સીકયોરીટીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને મન મુકી લોકો પરિવાર સાથે રાસગરબાનો આનંદ માણી શકે. કોઈ અનીચ્છનીય બનાવ અને સુરક્ષાના કડક નીયમને ધ્યાને રાખી સી.સી.ટી.વી. કેમરાની સતત વોચ ખૈ઼લયાઓ ઉપર રહેશે. તેમ આયોજકોએ યાદીમાં જણાવ્યું છે.

ખૈલયાને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી અને પોતાની પ્રતિભાને સમાજમાં આગળ વધારી શકે તે હેતુથી પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ, ગુડલુકીંગ, લીટલ કીડસ જેવા અનેક ટાઈટલો હેઠળ અંદાજે ૨૦૦થી પણ વધુ ઈનામો આયોજકો દ્વારા આપવામાં આવશે.

મુંબઈના સુપ્રખ્યાત બાંબુ બિટસના લાઈવ ઓરકેસ્ટ્રાના મધુર કર્ણપ્રિય અવાજ દ્વારા રાસ ગરબાના ગીતો રાજકોટના યુવા ખેલૈયાઓ સમક્ષ પીરશાસે સાથે સોનામાં સુગંધ ભળે તે હેતુથી લોકપ્રીય લોક લાડીલા એવા વિશાલભાઈ દ્વારા પણ આ આયોજનમાં સંગીતની સુરવાણી પુરવામાં આવશે. આ આયોજનને વધુ રંગીન બનાવવા માટે સાથે  આતશ બાજી અને લાઈટ ડેકોરેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મોંઘવારી અને મંદીના માહોલને ધ્યાને લઈ આયોજકો દ્વારા માત્ર રૂ.૫૦ માં રમવાના પાસ મળશે.

પાસ માટે દિપક ટાંક મો.૮૦૦૦૦ ૭૯૦૦૬, ૯૦૩૩૩ ૧૬૦૫૦નો સંપર્ક કરવા જણાવાયું છે.

આયોજનનો સફળ બનાવવા શિવાય ગ્રુપના દિપક ટાંક, દિવ્યેશભાઈ વાઢેર, મનોજભાઈ સોની અને શ્રી રાજદિપ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના ચેરમેનશ્રી એજાઝભાઈ વાળા, વાઈસ ચેરમેનશ્રી ઈરફાનભાઈ લીંગડીયા, જાબીરભાઈ દલ, રૂપલબેન ખોલીયા, ડી.પી.રાઠોડ, હસીનાબેન માણેક, મેઘા ચાવડા, હેંમતભાઈ કાપડીયા, રાજેશભાઈ સોલંકી, મંજુલાબેન વણાર, આદીલભાઈ વાળા, ઈમરાનભાઈ માણેક, જયેશભાઈ વણાર, અક્રમભાઈ વાળા, કુલસુમબેન સાથે સહયોગી ટીમ એવા કિશન ટાંક, કશ્યપ વાઢેર, રાહુલ મકવાણા, રાજ પુરબીયા, રાજ ત્રિવેદી, પ્રદિપ પાટડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:35 pm IST)