Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મંગળ-બુધ રામાનંદી સમાજના રાસોત્સવ

સમસ્ત રામાનંદી યુવા મંડળ દ્વારા કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે બે દિવસીય આયોજનઃ સંતો મહંતો ઉપસ્થિત રહેશે

રાજકોટઃ તા.૨૦, સમસ્ત રામાનંદી યુવા મંડળ, રાજકોટ દ્વારા તા. ર૪ અને રપ સપ્ટેમ્બર રોજ બે દિવસીય રામાનંદી રાસોત્સવ દાંડીયારાસનું  આયોજન  રોયલ રજવાડી રાસોત્સવના ગ્રાઉન્ડમાં, કર્ણાવતી પાર્ટી પ્લોટ, ગીરીરાજ રેરટોરન્ટની પાછળ, મટુકી રેસ્ટોરન્ટની સામે રાખવામાં આવેલ છે. 

દર વર્ષની જેમ આ વર્ષ  પણ બે દિવસ રામાનંદી સમાજનું યુવાધન ૧ લાખ વોટ સાઉન્ડ સીસ્ટમમાં  બોલીવુડ સ્ટાઈલ એન્કરીંગ   કાજલ અગ્રાવત, દાંડિયા   કિંગ ગાયક હેમંત જોશીના સુરોમાં ગરબા ગીતની રમઝટ કરવામાં આવશે.  યુવા તથા ચિલ્ડ્રનમાં પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ ના લાખેણા ઈનામોની વણઝાર કરવામાં આવશે. સાથે આરતી ડેકોરેશન, ગરબા ડેકોરેશન તયા દાંડીયા ડેકોરેશનની સ્પર્ધા પણ રાખવામાં આવેલ છે અને બંને દિવસ ધાર્મિક વાતાવરણ અને પારિવારીક મનોરંજન સાથે રામાનંદી સમાજના ખેલૈયાઓ રમશે.

રામાનંદી રાસોત્સવના પાસ મેળવવા માટે (૧) વૃંદાવન ગર્લ્સ હોસ્ટેલ, ૪-અર્ચના પાર્ક, ધોળકીયા સ્કૂલ પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ મો. નં. ૯૪ર૪૯ ૦૯૦૦૯ (ર) શ્રીરામ મોટર ગેરેજ, ઉમીયા મોબાઈલ પાછળની શેરી, ગોંડલ રોડ, રાજકોટ, મો. ૯૪ર૬૯ ૩૦૧૧ર (૩) બજરંગ મોટર ગેરેજ, ગોવર્ધન ચોક, ૧૫૦ કુટ રીંગ રોડ, રાજકોટ (૪) સીતારામ સ્ટેશનરી, ત્રિશુલ ચોક, સહકાર મેઈન રોડ, રાજકોટ. મો.નં. ૯૯૭૯૫ ૫૬૯૮૩ ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. સાધુ સમાજના સંતો ઉપસ્થિત રહેશે.  

આયોજનને સફળ બનાવવા સંસ્થાના પમુખ નિખીલભાઈ નિમાવતના માર્ગદર્શન હેઠળ રાજેશભાઈ નિમાવત, હિતેષભાઈ નિમાવત, વિમલભાઈ કિલજી, કલ્પેશભાઈ પુણવૈરાગી,રજનીભાઈ રામાવત, કેતનભાઈ લશ્કરી, રાજુભાઈ કુબાવત, મનોજભાઈ ખોજીરજી, રમેશભાઈ રામાવત, કૌશિકભાઈ દેવમુરારી, વિપુલભાઈ પુણવૈરાગી, જીતેન્દ્રભાઈ વિષ્ણુસ્વામી, નિમેષભાઈ અગ્રાવત, દેવ નિમાવત, સુધીર નિમાવત, ભાવેશભાઈ રામાવત, મયુરભાઈ ભડ્ડીંગંજી, ધર્મેશભાઈ રામાવત, અમીત દેવમુરારી, કિશનભાઈ પુણવૈરાગી, જયદિપ અગ્રાવત, કેયુર અગ્રાવત, હિરેન ટીલાવત, ભાવિક અગ્રાવત, તેજશભાઈ અગ્રાવત, કલ્પેશભાઈ નૈનુજી, ચંદ્રેશભાઈ નીમાવત, મિતેશભાઈ નિરંજની, કલ્પનાબેન રામાવત, પ્રતિભાબેન વગેરે જહેમત ઉઠાવી રહચા છે.

(3:29 pm IST)