Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જાગનાથ પ્લોટમાં રીક્ષામાં દારૂની ૮ બોટલ સાથે બે પકડાયા

અનિલ ઉકાવા અને ધર્મેશ કટારીયાની ધરપકડ

રાજકોટ તા ૨૦  : શહેરના જાગનાથ પ્લોટમાં પ્ર.નગર પોલીસે દરોડો પાડી રીક્ષામાંથી દારૂની ૮ બોટલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પ્રદ્યુમનનગર પોલીસ મથકના પી.આઇ. બી.એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ઓ.પી. સીસોદીયા તથા હેડ કોન્સ. કલ્પેશસિંહ ગોહીલ, વિરભદ્રસિંહ, અરવિંદભાઇ, અશોકભાઇ, જયદીપભાઇ, જયેન્દ્રસિંહ, પ્રદિપસિંહ, શકિતસિંહ, તથા હેમેન્દ્રભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે જાગનાથપ્લોટ શેરી નં.૮ માં દરોડો પાડી જીજે-૩એઝેડ-૭૨૯૭ નંબરની રીક્ષાને રોકી તલાશી લેતા તેમાંથી ૮ બોટલ સાથે અનીલ અમૃતલાલ ઉકાવા (રહે.રૈયા રોડ આવાસ યોજના કવાર્ટર) અને ધર્મેશ કિશોરભાઇ કટારીયા (રહે. પટેલ પાર્ક શેરી નં.૩, મવડી પ્લોટ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

દારૂની ત્રણ બોટલ સાથે  વિજય પકડાયો

ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા તથા દિવ્યરાજસિંહ ઝાલા સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે અટીકા ઢેબર રોડ ઇન્ડસ્ટ્રીયલ એરીયા શેરી નં.૭ માં દરોડો પાડી ત્રણ બીયરના ટીન સાથે વિજય અશોકભાઇ આત્રેસા (ઉ.વ.૨૬) (રહે. અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરીયા શેરી નં.૭/૮, ઢેબર રોડ) ને પકડી લીધો હતો.

ગાયત્રીનગરમાંથી કિશન પીધેલી હાલતમાં પકડાયો

ગાયત્રીનગર મેઇન રોડ અમરનાથ ચોક પાસેથી ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા સહિતે દારૂ  ઢીંચી જીજે-૩ એચડી-૯૦૪૯ નંબરનું બાઇક લઇને નીકળેેલા કિશન નાથાભાઇ ડઢાણીયા (ઉ.વ.૨૫) (રહે. હીમાલ સોસાયટી શેરી નં.૧, ૧૫૦ ફૂટ રીંગ રોડ) ને પકડી લીધો હતો.

(3:28 pm IST)