Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

શાપર-વેરાવળના કારખાનેદાર સાથે ૧૪ લાખની છેતરપીંડીઃ મેંદરડા પંથકના શખ્સ સામે ગુન્હો

રાજકોટ, તા., ર૦: શાપર-વેરાવળના  કારખાનેદાર પાસેથી સબ મર્સીબલ પંપ સેટ તથા કેબલ વાયર લઇ ૧૪.૭૭ લાખની છેતરપીંડી કરનાર મેંદરડા પંથકના શખ્સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળના ફલોટ ટેક એન્જીનીયર કારખાનામાં માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરતા જગદીશભાઇ મનસુખભાઇ સીરોયા (રહે. રાજકોટ)એ  કૌશીક કાળાભાઇ પાઘડાર (રહે. અણીયારી, તા.મેંદરડા) સામે શાપર-વેરાવળ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી પાસેથી ઉકત શખ્સે ૧૪.૭૭ લાખના સબ મર્સીબલ પંપ સેટ તથા કેબલ વાયર લઇ કંપનીના નામનો ચેક આપેલ હતો. આ ચેક રીટર્ન થતા આ અંગે આરોપી કૌશીક સાથે ફોન પર વાત કરતા માલીક તથા ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ઉકત રકમ ઓળવી જઇ છેતરપીંડી કરી હતી. આ ફરીયાદ અન્વયે શાપર-વેરાવળ પોલીસે આઇપીસી ૪૦૬, ૪ર૦ તથા પ૦૭ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:27 pm IST)