Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સોમવારથી ગરબી ચોકમાં ડામર-પેચવર્ક શરૃઃ સ્ટેન્ડીંગ ચેરમેન

નવરાત્રી સુધીમાં રસ્તાઓના પેચવર્ક પણ પુર્ણ કરવા ઇજનેરોને સુચના

રાજકોટ, તા., ૨૦: શહેરનાં રસ્તાઓના ખાડાઓનાં પ્રશ્ને લોકોમાં જનઆક્રોશ જોવા મળે છે. ત્યારે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે નવરાત્રી સુધીમાં તમામ રસ્તાઓમાં ડામર પેચવર્ક કરી અને લોકોની આ મુખ્ય સમસ્યા દુર કરવા કટીબધ્ધતા વ્યકત કરી હતી અને આગામી સોમવારથી જ ડામર પેચવર્કનું કામ પુરજોશથી શરૂ કરી દેવા ઇજનેરોને સુચનાઓ આપી હતી.

આ અંગે ચેરમેન શ્રી કાનગડે જણાવ્યું હતું કે શહેરનાં રસ્તાઓમાં ખાડાઓમાં ડામર-પેચવર્ક કરી રસ્તા રીપેરીંગનું સમારકામ પુરજોશમાં શરૂ થશે.

જોકે સૌ પ્રથમ શહેરનાં ગરબી ચોકમાં ડામર-પેવર કામ શરૂ કરાશે તેમ શ્રી કાનગડે જણાવ્યું હતું.

તેઓએ આ તકે ખાત્રી આપી હતી કે નવરાત્રી સુધીમાં મોટાભાગનાં રસ્તાઓના ડામર પેચવર્ક થઇ જશે.

(3:27 pm IST)