Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

હોટેલો-રેસ્ટોરન્ટોમાંથી ૫૫૩૩ નંગ પ્લાસ્ટીક વસ્તુઓ જપ્ત

ડીસ્પોઝીબલ ડીસ-ગ્લાસ, કન્ટેન્ટર, ઝભલા સહિતની વસ્તુઓ જપ્તઃ તાજ રેસ્ટોરન્ટ એન્ડ કાફે, હાઉસ ઓફ સાઈઝ ઝીરો, ફ્રન્ચી રીપબ્લીક, સોનલ પંજાબી સહિતના રેસ્ટોરન્ટમાં તંત્ર તૂટી પડયુ

રાજકોટ તા. ર૦ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા આજથી હોટલ રેસ્ટોરન્ટમાં દરોડા પાડી પ્લાસ્ટીકનાં પ્રતિબંધનો કડક અમલ કરાવીને પપ૩૩  નંગ પ્લાસ્ટીકની વસ્તુઓ જપ્ત કરી હતી.

આ અંગે આરોગ્ય વિભાગે સત્તાવાર જાહેર કર્યા મુજબ હોટલ - રેસ્ટોરન્ટમાં પ્લાસ્ટીક ડીસ-કપ, કન્ટેનર સહિતની પ્રતિબંધીત ચીજ વસ્તુઓ જપ્ત કરી હતી.

જેમાં અમીન માર્ગ પર તાજ રેસ્ટોરન્ટમાંથી ર૧૦૮ નંગ, અક્ષર માર્ગ પર હાઉસ ઓફ સાઇઝ ઝીરોમાંથી ર૦૪પ નંગ, ક્રન્ચી રીપબ્લીક રેસ્ટોરન્ટમાંથી ૮૭૦

નંગ, સોનલ પંજાબી ફુડ પાર્સલમાંથી પ૧૦ નંગ એમ આ હોટલોમાંથી કુલ પપ૬૩ નંગ વસ્તુઓ જપ્ત કરી હતી.

આ કાર્યવાહીમાં નાબય આરોગ્ય અધિકારી ડો. રાઠોડ ડેઝીગ્નેટેડ ઓફીસર અમિત પંચાલ સહિતનાં અધિકારીઓ જોડાયા હતાં.

ઉકત કામગીરી  પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઇજનેરશ્રી જીગ્નેશ વાદ્યેલા, વોર્ડના એસ. આઈ.  ડી. કે. સીંધવ, શ્રી એન. એમ, જાદવ, પ્રફુલ ત્રીવેદી તથા વોર્ડના એસ. એસ. આઈ. શ્રી પ્રભાત બાલાસરા, શ્રી હરેશ ગોહેલ, શ્રી પ્રશાંત વ્યાસ, અશ્વિન વાદ્યેલા,  જે. બી, વોરા, પ્રતિક રાણાવસીયા, ભુપત સોલંકી, એ. એફ. પઠાણ, ભરત ટાંક તથા જય ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતી.

સેન્ટ્રલ ઝોનની કામગીરી

 સેન્ટ્રલ ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પ્રતિબંધ હોવા છતાં શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકની વપરાશ તથા વેચાણ-સંગ્રહ કરતા ૨૨ આસામીઓ પાસેથી કુલ ૫૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ જપ્ત કરેલ તેમજ ૪૫૦૦ નંગ પ્લાસ્ટીકના ગ્લાસ જપ્ત કરેલ છે.

જેમાં નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી વલ્લભભાઈ જીંજાળા, મદદનીશ પર્યાવરણ ઈજનેરશ્રી ખેવનાબેન વકાણી તેમજ તમામ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરાયેલ.

વેસ્ટઝોન

આ ઉપરાંત વેસ્ટઝોનમાં સોલીડવેસ્ટ વિભાગે ર૮ આસામીઓ પાસેથી કુલ ૧૩ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક કેરી બેગ જપ્ત કરેલ તેમજ રપ૦૦ નંગ પ્લાસ્ટીકના ગ્લાસ ૭૦૦ નંગ પ્લાસ્ટીક ડીસ ર૦૦ નંગ પ્લાસ્ટીકના બાઉલ ર૦૦ નંગ પ્લાસ્ટીકની નાની વાટકી રપ૦ નંગ પ્લાસ્ટીકની સ્ટ્રો. ૧પ૦૦ નંગ પ્લાસ્ટીકની ચમચી જપ્ત કરવામાં આવેલ છે.

આ કામગીરી નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર, આસી. ઇજનેર રાકેશભાઇ તેમજ વેસ્ટ ઝોનના જુદા જુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર પીયુશભાઇ, મનોજભાઇ તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર ઉદયસિંહ, ભાવનાબેન વિશાલભાઇ, બાલાભાઇ, વિમલભાઇ અને ચાવડાભાઇ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ કરતા આસામીઓને દંડ કરવાની ઝૂંબેશ હાથ ધરાયેલ.

ઇસ્ટ ઝોનની

ઇસ્ટ ઝોનના જુદા જુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટીક ચેકિંગ કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે .પ્રતિબંધ હોવા છતા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકની વપરાશ તથા વેચાણ-સંગ્રહ કરતા ૩૧ આસામીઓ પાસેથી કુલ ૭.પ કી.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીક કેરી બેગ જપ્ત કરેલ  તેમજ ૭૦૦ નંગ પ્લાસ્ટીકના ગ્લાસ પ૦ નંગ પ્લાસ્ટીક ડીસ ૧૦૦ નંગ પ્લાસ્ટીકની ચમચી જપ્ત કરેલ છ.ે

(3:22 pm IST)